ભારતીય સીમામાં ઘુસ્યા ચીનના બે હેલિકોપ્ટર

આ પહેલા ચીની સૈનિકો લદાખના દોલત બેગ ઓલ્ડી સેક્ટરમાં 20 કિમી સુધી અંદર આવી ગઇ હતી અને પોતાના ટેન્ટ લગાવ્યા હતા. ત્યારબાદ ભારતીય સૈનિકોએ બંકર હટાવ્યા બાદ જ તેમણે એ ક્ષેત્ર છોડ્યું. બીજીવાર ચીને સીમા ઉલ્લંઘન 17 જૂને કર્યું, જ્યારે ચીની સૈનિક ભારતીય સીમાની અંદર આવી ગઇ અને તેમણે ભારતીય સેનાની દેખરેખની કમર તોડી નાંખી અને એક બંકરને પણ નષ્ટ કરી નાંખ્યું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સેનાના હેલિકોપ્ટર ભારતીય ક્ષેત્રોની રેકી કરવા આવ્યા હતા જે થોડોક સમય ઉડાન ભર્યા બાદ પરત જતા રહ્યાં. બીજી તરફ સેનાના સૂત્રોએ કહ્યું છે કે ચીની હેલિકોપ્ટર ભારતીય સીમામાં ઘુસ્યા નહોતા પરંતુ સીમાની નજીક થઇને ઉડ્યા હતા. સેનાએ આ ઘટનાને વધું મહત્વ આપ્યું નથી.












Click it and Unblock the Notifications
