ગુજરાતની ચૂંટણી પહેલાં અહીં મળી કોંગ્રેસને મોટી જીત

Written By:
Subscribe to Oneindia News

મધ્ય પ્રદેશમાં ચિત્રકૂટ વિધાનસભાની બેઠક માટે યોજાયેલ પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ ચૂકી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને કારમી હાર આપી છે. કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ ભાજપ ઉમેદવાર શંકર દયાલ ત્રિપાઠીને 14,133 મતથી માત આપી હતી. ચિત્રકૂટ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો હતા, જો કે મુખ્ય હરીફાઇ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે માનવામાં આવી રહ્યો હતો. મતગણતરી સમયે ત્યાં 500 પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તથા નીરિક્ષણ માટે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા હતા. સાથે જ 100 સીઆરપીએફ જવાનો પણ હાજર હતા.

Madhya Pradesh

મતગણતરીમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું, પરંતુ ત્યાર બાદ કોંગ્રેસનો પક્ષ મજબૂત થતો ગયો. આ બેઠક પર છેલ્લા 27 વર્ષોમાં 6 વાર ચૂંટણી થઇ છે, જેમાં માત્ર એક જ વાર ભાજપનો વિજય થયો હતો. કોંગ્રેસી ધારાસભ્ય પ્રેમસિંહના અવસાન બાદ આ બેઠક ખાલી હોવાથી પેટા-ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામો જાહેર થવાના થોડા સમય પહેલા જ ભાજપે હાર સ્વીકારી લીધી હતી. પરિણામો જાહેર થયા બાદ ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસને પરંપરાગત બેઠક હોવાનો ફાયદો મળ્યો છે અને અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. સાથે જ તેમણે એમ કહ્યું હતું કે, તેઓ હારની સમીક્ષા કરશે. આ ચૂંટણીમાં 65.07 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

English summary
Chitrakoot assembly by polls live updates madhya pradesh bjp congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.