For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ સાથે વિદેશ કોણ કોણ ગયું, જણાવવું પડશે: CIC

કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઈસી) ઘ્વારા વિદેશ મંત્રાલયને તે સરકારી લોકોના નામ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે, જેઓ વર્ષ 2015-16 અને 2016-17 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિદેશયાત્રા પર ગયા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઈસી) ઘ્વારા વિદેશ મંત્રાલયને તે સરકારી લોકોના નામ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે, જેઓ વર્ષ 2015-16 અને 2016-17 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિદેશયાત્રા પર ગયા હતા અને જેમનો પીએમ મોદીની સુરક્ષા સાથે કોઈ જ સંબંધ નથી. ખરેખર ગયા વર્ષે ઓક્ટોબરમાં કરાબી દાસ નામના એક વ્યક્તિએ મંત્રાલય પાસે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સાથે યાત્રા પર ગયેલા લોકોની લિસ્ટ માંગી હતી.

narendra modi

તેના બદલામાં આવેદક પાસે 224 રૂપિયા માંગવામાં આવ્યા હતા. પરંતુ આવેદનકર્તાને તેનો સંતોષજનક જવાબ મળ્યો નહીં. ત્યારપછી તેને કેન્દ્રીય સૂચના આયોગનો દરવાજો ખખડાવ્યો. સુનાવણી દરમિયાન મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ સંબંધિત યાત્રા દિવસ-તારીખ અને વિશેષ વિમાન પર આવેલા ખર્ચ સિવાય બીજી કોઈ જાણકારી નથી રાખવામાં આવતી. પરંતુ હવે મંત્રાલય ઘ્વારા આયોગને જણાવવામાં આવ્યું કે તેઓ 224 રૂપિયાના પેમેન્ટ સાથે જોડાયેલા મામલે પણ ધ્યાન આપશે અને યોગ્ય જાણકારી ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો: 32 વર્ષ સુધી મોદીની શોધ કરતા રહ્યા દેના બેંક અધિકારી, જાણો કારણ

આપને જણાવી દઈએ કે પીએમ મોદીની વિદેશ યાત્રા દરમિયાન તેમની સુરક્ષામાં લાગેલા લોકોની માહિતી સાર્વજનિક નથી કરવામાં આવતી કારણકે આવી માહિતી સાર્વજનિક કરવું પીએમની સુરક્ષા માટે યોગ્ય નથી સમજવામાં આવતું. પરંતુ હવે જોવાનું છે કે મંત્રાલય તે વ્યકતિ ઘ્વારા માંગવામાં આવેલી જાણકારી આપે છે કે નહીં.

English summary
CIC ask Foreign Ministry, name of those who tour foreign with pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X