For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

32 વર્ષ સુધી મોદીની શોધ કરતા રહ્યા દેના બેંક અધિકારી, જાણો કારણ

મોદી ભારતીય પોસ્ટ બેંકના ઉદઘાટન દરમિયાન પોતાની એક ઘટના જણાવતા કહ્યું કે જ્યારે તેઓ પ્રથમ વખત ગુજરાતના એક ધારાસભ્ય બન્યા ત્યારે તેમને કોઈ બેંક ખાતું ન હતું કારણ કે તેમની પાસે કોઈ કમાણી નથી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મોદી ભારતીય પોસ્ટ બેંકના ઉદઘાટન દરમિયાન પોતાની એક ઘટના જણાવતા કહ્યું કે જ્યારે તેઓ પ્રથમ વખત ગુજરાતના એક ધારાસભ્ય બન્યા ત્યારે તેમને કોઈ બેંક ખાતું ન હતું કારણ કે તેમની પાસે કોઈ કમાણી નથી. તેઓ પાસે કોઈ પૈસા ન હતા, જેને બેંક ખાતામાં રાખવાની જરૂર હતી. ધારાસભ્ય બનવા પછી, જ્યારે તેમણે પગાર મેળવ્યો, ત્યારે તેમણે પ્રથમ વખત પોતાના બેંક ખાતું ખોલ્યું. આ સમય દરમિયાન, તેમણે આ ઘટના વિશે ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે 32 વર્ષ સુધી બેંક કર્મચારીઓ તેમની પાછળ રહ્યા હતા.

કોઈ બેંક એકાઉન્ટ ના હતું

કોઈ બેંક એકાઉન્ટ ના હતું

ભારતીય પોસ્ટ વિભાગના પેમેન્ટ બેન્કના ઉદઘાટન દરમિયાન પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધારાસભ્ય બનતા પહેલા તેમની પાસે કોઈ બેંક એકાઉન્ટ ના હતું કારણકે તેમની પાસે બેંકમાં જમા કરવા માટે પૈસા પણ ના હતા. તેમને પોતાના સ્કૂલના દિવસો યાદ કરતા જણાવ્યું કે તે સમયે દેના બેંકે એક સ્પેશ્યલ સ્કીમ ચલાવી હતી, જેમાં વિધાર્થીઓને પૈસા જમા કરાવવા માટે એક ગુલ્લક આપવામાં આવતું હતું. જેને બેંક એકાઉન્ટ સાથે જોડવામાં આવ્યું હતું.

32 વર્ષ સુધી બેંક અધિકારી શોધ કરતા રહ્યા

32 વર્ષ સુધી બેંક અધિકારી શોધ કરતા રહ્યા

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પણ દેના બેંક અધિકારીઓ ઘ્વારા એક ગુલ્લક આપવામાં આવ્યું હતું જેને ખાતા સાથે જોડવામાં આવવાનું હતું. પરંતુ તેમનું ગુલ્લક હંમેશા ખાલી જ રહેતું હતું. ત્યારપછી તેમને ગામ છોડી દીધું પરંતુ તેમનું દેના બેંક ખાતું ચાલતું રહ્યું. તેમાં કોઈ પણ લેવડ દેવળ થતી ના હતી. એટલા માટે બેંક અધિકારી ખાતું બંધ કરવા માંગતા હતા. બેંક ખાતું બંધ કરવા માટે મોદીના સાઇનની જરૂર હતી, પરંતુ તેઓ બેંકના સંપર્કમાં ના હતા. 32 વર્ષ સુધી દેના બેંક અધિકારીઓ મોદીની શોધ કરતા રહ્યા. 32 વર્ષ પછી તેમને મોદીને શોધી કાઢ્યા અને તેમની પાસેથી સાઈન લીધી ત્યારે તેમની પરેશાની ખતમ થઇ.

આમ આદમી સુધી બેંક પહોંચશે

આમ આદમી સુધી બેંક પહોંચશે

ધ્યાન આપવા જેવી બાબત છે કે પીએમ મોદીએ શનિવારે ભારતીય પોસ્ટ વિભાગના પેમેન્ટ બેન્કનું ઉદઘાટન કર્યું. આ પેમેન્ટ બેન્કનો ઉદેશ ટપાલ ઘર શાખાનો ઉપયોગ કરીને દેશના સામાન્ય માણસના દરવાજા સુધી બેન્કિંગ સેવા પહોંચાડવાનો છે.

English summary
The prime minister added that the bank officials tried locating him for 32 years to close the account after he had left the village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X