Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' મામલે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવી શકે

રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' મામલે સુપ્રીમ કોર્ટ ફેસલો સંભળાવી શકે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સેવાનિવૃત્ત થતા પહેલા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ મામલે પણ ફેસલો સંભળાવી શકે છે. આ મામલો લોકસભા ચૂંટણી વખતેનો છે, ત્યારે રાહુલ ગાંધીએ રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના ફેસલાને લઈ ચોકીદાર ચોર હૈનો નારો લગાવ્યો હતો.

જેને લઈ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી વિરુદ્ધ અનાદરની અરજી દાખલ કરી હતી.મીનાક્ષી લેખી તરફથી વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદન પર માફી માંગી નથી. જે બાદ કોર્ટે રાહુલ ગાંધીને અનાદરની નોટિસ મોકલી દીધી હતી. જો કે અનાદરના મામલે તેમને સુપ્રીમ કોર્ટમાં હાજરી ન આપવાની છૂટ મળી ગઈ હતી.

શું બોલ્યા રાહુલ ગાંધી

શું બોલ્યા રાહુલ ગાંધી

રાફેલ સમજૂતી મામલે ગડબડીના આરોપવાળી પુનર્વિચાર અરજી જ્યારે સુપ્રીમ કોર્ટે સ્વીકારી તો રાહુલ ગાંધીએ કહ્યું કે કોર્ટે પણ માની લીધું કે ચોકીદાર ચોર છે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલે આ નિવેદન પીએણ મોદીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા આપ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન બાદ જ્યારે કોર્ટે તેમને નોટિસ મોકલી, તો તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરતા કહ્યું કે તેમને પોતાના નિવેદન પર અફસોસ છે.

રાહુલ ગાંધીના જવાબ પર પણ ભાજપ નાખુશ

રાહુલ ગાંધીના જવાબ પર પણ ભાજપ નાખુશ

તે સમયે રાહુલે અફસોસ વ્યક્ત કર્યા બાદ પણ ભાજપ નાખુશ જ રહી. મીનાક્ષી લેખીના વકીલે કોર્ટને કહ્યું કે રાહુલ ગાંધીએ માફી માંગી નથી માત્ર અફસોસ જતાવ્યો. જ્યારે સીજેઆઈએ વકીલને પૂછ્યું કે ચોકીદાર કોણ છે? તો તેમણે જવાબમાં કહ્યું કે રાહુલ ગાંધીએ આખા દેશને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'ચોકીદાર' ચોર છે.

રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો

રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો

આ મામલે રાહુલ ગાંધી તરફથી કેસ લડી રહેલ વકીલ અભિષેક મનુ સિંધવીએ કોર્ટમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીએ અફસોસ વ્યક્ત કર્યો છે, પરંતુ હાલ લોકસભા ચૂંટણી થઈ રહી હોવાથી જાણીજોઈને આ મામલાને ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું ફેસલો સંભળાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X