
અલાહાબાદ હાઈકોર્ટના જજને હટાવવા જરૂરી, સીજેઆઈએ પીએમને લખ્યો પત્ર
ભારતના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ અલાહાબાદ હાઈકોર્ટના જજ જસ્ટીસ એસ એન શુક્લાને તેમના પદેથી હટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં જસ્ટીસ શુક્લાને તપાસ બાદ ઘણી ગંભીર ન્યાયિક અનિયમિતતાઓ માટે જવાબદાર ગણાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ નવી બિમારીમાં સપડાયા મુલાયમ સિંહ યાદવ, આજે થશે ઑપરેશન

જસ્ટીસ શુક્લા પર કાર્યવાહી ઈચ્છે છે ચીફ જસ્ટીસ
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચારો મુજબ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ અલાહાબાદ હાઈકોર્ટના જજ એસ એન શુક્લાને પદેથી હટાવવા માટે પ્રધાનમંત્રી મોદીને સંસદમાં પ્રસ્તાવ લાવવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે 18 મહિના પહેલા જ જસ્ટીસ શુક્લાને તેમના પદેથી હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. અદાલતની આંતરિક પેનલે પોતાની તપાસમાં તેમની સામે ઘણી અનિયમિતતાઓ જોઈ હતી. રંજન ગોગોઈએ પોતાના પત્રમાં પ્રધાનમંત્રીને કહ્યુ છે કે, ‘તમને નિવેદન છે કે આ બાબતમાં કાર્યવાહી કરો.' જસ્ટીસ ગોગોઈના પત્રથી સંકેત મળી રહ્યા છે કે તે ન્યાયપાલિકામાં મોટા સ્તરે ભ્રષ્ટાચારનો ખાતમા માટે ભ્રષ્ટ લોકોને ત્યાંથી કાઢવાનું જરૂરી માની રહ્યા છે.

જસ્ટીસ શુક્લા માંગી રહ્યા છે ન્યાયિક કાર્યઃ સીજેઆઈ
ખાસ વાત એ છે કે આ પહેલા જસ્ટીસ ગોગોઈએ ન્યાયિક કાર્ય આપવાની જસ્ટીસ શુક્લાની માંગને ફગાવી દીધી હતી. તેમના સામે પેનલની તપાસ રિપોર્ટ આવ્યા બાદ ગયા વર્ષે 22 જાન્યુઆરીથી જ તેમના બધા ન્યાયિક કાર્ય પાછા લઈ લેવામાં આવ્યા હતા. ચીફ જસ્ટીસે પ્રધાનમંત્રીને લખ્યુ છે કે, ‘જસ્ટીસ શુક્લા તરફથી 23 મે, 2019ના રોજ મને પત્ર લખ્યો, જે અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરફથી ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં શુક્લાએ તેમને ન્યાયિક કાર્ય કરવા દેવાની મંજૂરી માંગી હતી. જસ્ટીસ શુક્લા પર જે આરોપ છે તે ગંભીર પ્રકૃતિના છે અને તેમને ન્યાયિક કાર્યની મંજૂરી ન આપી શકાય. આવી પરિસ્થિતિમાં તમે આગળની કાર્યવાહીના નિર્ણય લો...'

શું છે સમગ્ર મામલો?
વાત 2017ની છે જ્યારે યુપીના એડવોકેટ જનરલ રાઘવેન્દ્ર સિંહે જસ્ટીસ શુક્લા પર અનિયમિતતાઓના આરોપ લગાવ્યા હતા. આના પર તે સમયના ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ મદ્રાસ હાઈકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટીસ ઈન્દિરા બેનર્જી, સિક્કિમના ચીફ જસ્ટીસ એસ કે અગ્નિહોત્રી અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જસ્ટીસ પી કે જયસ્વાલની પેનલ રચવામાં આવી હતી. આ પેનલે જસ્ટીસ શુક્લાને એક કેસમાં મેડીકલ કોલેજેની કથિત રીતે ફેવર કરવા માટે જવાબદાર ગણાવ્યા હતા ત્યારથી આ કેસ પેન્ડીંગ છે. પરંતુ બંધારણીય જોગવાઈઓના કારણે તેમની સેવા હજુ સુધી ખતમ થઈ શકી નથી.