CJIએ કહ્યું- સુપ્રીમ કોર્ટ Same-sex marriage ને માન્યતા ન આપી શકે, પરંતુ...
Supreme Court Verdict on same sex marriages: સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતા જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ લગ્નને માન્યતા આપી શકે નહીં, પરંતુ સમલૈંગિક યુગલોને તેમનો અધિકાર મળવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે Same-sex marriage અંગે જણાવ્યું હતું કે, સમલૈંગિકતા કોઈ માનસિક બીમારી નથી, તેમને પણ જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.

CJI DY ચંદ્રચુડ કહે છે કે, વિજાતીય યુગલોને ભૌતિક લાભ/સેવાઓ આપવી અને સમલૈંગિક યુગલોને તેનાથી વંચિત રાખવું એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે. સમલૈંગિકતા અથવા લેસ્બિયનિઝમ એ શહેરી ખ્યાલ નથી અથવા સમાજના ઉચ્ચ વર્ગો સુધી મર્યાદિત નથી.
LGBTQI લગ્ન કેસમાં અરજદારોમાંના એક અક્કાઈ પદ્મશાલીએ જણાવ્યું હતું કે, 10.30 વાગ્યે દેશની બંધારણીય બેંચ બહુપ્રતિક્ષિત ચુકાદો આપવા જઈ રહી છે, જે લગ્નની સમાનતાની વાત કરે છે. 25 થી વધુ અરજદારો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. કે આપણે લેસ્બિયન તરીકે ગે, ટ્રાન્સજેન્ડર, બાયસેક્સ્યુઅલ લોકો શા માટે લગ્ન કરી શકતા નથી? જો મારે કોઈ પુરુષ સાથે લગ્ન કરવા હોય અને તે સંમત થાય, તો લગ્ન વ્યક્તિઓ વચ્ચે છે, સમાજ તેનો શું અર્થ કરે છે?












Click it and Unblock the Notifications
