Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુરુગ્રામની જીડી ગોએન્કા યુનિવર્સિટીમાં ભારતીય અને નાઈજિરિયન વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ!

હરિયાણાના ગુરુગ્રામમાં જીડી ગોએન્કા યુનિવર્સિટીમાં ફૂટબોલ મેચ દરમિયાન ભારતીય અને નાઈજિરિયન વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ તણાવની સ્થિતી સર્જાઈ છે.

ગુરૂગ્રામ : હરિયાણાના ગુરુગ્રામમાં જીડી ગોએન્કા યુનિવર્સિટીમાં ફૂટબોલ મેચ દરમિયાન ભારતીય અને નાઈજિરિયન વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ તણાવની સ્થિતી સર્જાઈ છે. તણાવને પગલે 50-60 નાઇજિરિયન વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસ છોડી દીધું છે. શુક્રવારે એક ફૂટબોલ મેચ દરમિયાન નાઈજીરિયાના વિદ્યાર્થીઓ સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે ઝઘડયા હતા. જે બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લડાઈમાં ઓછામાં ઓછા છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

GD Goenka University

પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. સોહના સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ વિવાદ બાદ ક્રોસ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાઈજિરિયન એમ્બેસીની એક ટીમ શનિવારે રાત્રે કેમ્પસ પહોંચી, જ્યાં તેઓ એ ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા જેણે નાઈજિરિયન વિદ્યાર્થીઓ પર હુમલાનો આરોપ મૂક્યો હતો.

મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે જીડી ગોએન્કા યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ દરમિયાન એક નાઈજીરિયન વિદ્યાર્થીની ભારતીય વિદ્યાર્થી સાથે ટક્કર થઈ હતી, જે બાદ બંને જૂથો વચ્ચે હંગામો વધી ગયો હતો અને વિવાદ એટલો વધી ગયો હતો કે બંને જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. ભારતીય વિદ્યાર્થીઓનો આરોપ છે કે નાઈજીરિયન વિદ્યાર્થીઓએ તેમના પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. બીજી તરફ વિદેશી વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ઘુસીને તેમની સાથે મારપીટ કરી હતી અને હુમલો કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X