10 વર્ષ સુધી એક બાપ જ કરતો રહ્યો દીકરી પર બળાત્કાર!

સૂત્રોના જણાવ્યા અનુસાર 11માં ધોરણમાં ભણનાર સગીર યુવતીએ લોકલાજના ભયથી કોઇને પણ આ ઘટના અંગેની જાણ કરી નહીં, પરંતુ એક દિવસ આ યુવતીએ પોતાની દુ:ખદ ઘટના પોતની ટીચરને કહી તો ટીચરે તેની જાણકારી એક એનજીઓને આપી દીધી. એનજીઓ થકી આ કેસ એક ચાઇલ્ડ વેલફેર કમિટિને મળ્યો અને તેના કહેવાથી દિલ્હી પોલીસે તેના પિતાની ધરપકડ કરી લીધી.
આ પહેલા ગુડગાંવના સુશાંત લોક પોલીસ્ટેશનમાં એક એવો જ મામલો સામે આવ્યો હતો. જેણે બાપ બેટીના પવિત્ર સંબંધને લાંછીત કરી નાખ્યો. 16 વર્ષની એક યુવતીએ પોતાના પિતાની સામે બળાત્કાર અને છેડછાડનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે.
12માં ધોરણની આ વિદ્યાર્થિનીનો આરોપ હતો કે તેનો પિતા છેલ્લા ત્રણ વર્ષથી તેની સાથે બળાત્કાર અને છેડછાડ કરી રહ્યા હતા. તેનો પિતા એક એક્સપોર્ટ કંપનીનો માલિક હતો, પીડિતાએ જ્યારે પોતાની આપવીતિ સ્કૂલ ટીચરને જણાવી ત્યારે જઇને મામલો સામે આવ્યો.












Click it and Unblock the Notifications
