For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid-19: ટ્રાયલ શરૂ, પટના AIIMSમાં ત્રણ બાળકોને લગાવવામાં આવી કોરોનાની વેક્સીન

બિહારમાં બાળકો માટે વેક્સીનેશનની ટ્રાયલ બુધવારથી શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

પટનાઃ કોરોનાની ત્રીજી લહેરને બાળકો માટે જોખમ ગણવામાં આવી રહી છે. એવામાં સરકાર તરફથી મહામારી સામે લડવા માટે અત્યારથી પૂરી તૈયારી કરવામાં આવી રહી છે. બિહારમાં બાળકો માટે વેક્સીનેશનની ટ્રાયલ બુધવારથી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે બુધવારે પટના એઈમ્સમાં ત્રણ બાળકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. કાલે અહીં 2થી 18 વર્ષના ત્રણ બાળકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ બાળકોને ભારત બાયોટેકની કોવેક્સીન લગાવવામાં આવી છે.

corona

ઉલ્લેખનીય છે કે બાળકોના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી ડ્રગ્ઝ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ 11 મેના રોજ આપી હતી. પટના એઈમ્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે બાળકો પર વેક્સીન ટ્રાયલ માટે કોઈના પર દબાણ નથી બનાવવામાં આવ્યુ. ત્રણ બાળકોએ સ્વેચ્છા અને પોતાના પરિવારની મંજૂરી બાદ વેક્સીન લગાવડાવી છે. રસી લગાવ્યા બાદ બાળકો પર હાલમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ હજુ જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે આ ત્રણ બાળકો પર સતત નજર રાખવામાં આવશે. આ ત્રણેને 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે.

બિહારમાં કોરોનાની સ્થિતિ

હાલમાં બિહારમાં કોરોનાના કેસમાં પહેલેથી કમી આવી છે. આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલ આંકડા મુજબ બુધવારે રાજ્યમાં 1158 નવા કોરોના કેસ સામે આવ્યા છે. હાલમાં બિહારમાં સક્રિય કેસ 12590 છે. વળી, અત્યાર સુદી 6,91,234 દર્દી રિકવર થઈને હોસ્પિટલથી ઘરે પણ જઈ ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ97.48 ટકા છે.

બુધવારે આ જિલ્લાઓમાં મળ્યા છે કોરોનાના નવા કેસ

ભાગલપુરમાં 21, ભોજપુરમાં 3, બક્સરમાં 3, ઈસ્ટ ચંપારણમાં 46, જમુઈમાં 2, જહાનાબાદમાં 14, અરરિયામાં 53, અરવલમાં 3, ઔરંગાબાદમાં 8, બાંકામાં 5, કૈમૂરમાં 2, ખગડિયામાં 21, કિશનગંજમાં 41, લખીસરાયમાં 14, મધેપુરામાં 28, મધુબનીમાં 17, મુંગેરમાં 80, નવાદામાં 10, રોહતાસમાં 11, સહરસામાં 29, સારણમાં 54.

English summary
Clinical trials of the indigenous Covaxin for children in the age group of 2 to 18 years began in Patna AIIMS on wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X