અમરનાથમાં વાદળ ફાટ્યુ, કોઈ જાનહાનિના સમાચાર નહીં

ભારતમાં ચોમાસુ હાલ ચરમ પર છે, ભારતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે અમરનાથથી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ અમરનાથમાં અમરનાથ ગુફા પર પર્વતીય વિસ્તારમાં વાદળ ફાટ્યુ છે.

ભારતમાં ચોમાસુ હાલ ચરમ પર છે, ભારતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે અમરનાથથી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ અમરનાથમાં અમરનાથ ગુફા પર પર્વતીય વિસ્તારમાં વાદળ ફાટ્યુ છે. વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો સર્જાયા છે.

Cloud bursts in Amarnath

મળતા સમાચારો મુજબ, અમરનાથ ગુફા પર જ વાદળ ફાટ્યુ છે. વાદળ ફાટતા તબાહીના દ્રશ્યો સર્જાયા છે. પ્રાથમિક માહિતી મુજબ વાદળ ફાટતા બીએસએફ કેમ્પ, સીઆરપીએફ કેમ્પ અને જમ્મુ પોલીસ કેમ્પને પણ નુકસાન થયુ છે.

સમગ્ર ઘટનામાં સૌથી સારા સમાચાર એ છે અમરનાથ ગુફા આસપાસ કોઈ પ્રવાસીઓ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જો પ્રવાસીઓ હાજર હોત તો મોટી જાનહાનિ થવાની પુરી સંભાવના હતી. બીજી તરફ એ પણ માહિતી સામે આવી રહી છે કે, બીએસએફ, સીઆરપીએફ અને જમ્મુ પોલીસના કેમ્પને નુકસાન થયુ છે પરંતુ કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.

વાદળ ફાટ્યા બાદની પરિસ્થિતીને પહોંચી વળવા હાલ ગુફા આસપાસ એસડીઆરએફની બે ટીમ હાજર છે અને એક વધારાની ટીમને ગેન્ડરબલથી રવાના કરાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ હજુ કોઈ પણ જાનહાનિના સમાચાર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X