For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીલાએ પીડિતાના પરિવારને સોંપ્યો 15 લાખનો ચેક

|
Google Oneindia Gujarati News

rape
નવી દિલ્હી, 25 જાન્યુઆરી: દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દિલ્હી ગેંગરેપ પીડિતાના પરિવારને 15 લાખ રૂપિયાનો ચેક સોંપ્યો છે. પીડિતાના પિતાને ચેક આપવાની સાથે સાથે મુખ્યમંત્રીએ તેમની દરેક પ્રકારે મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. 15 લાખના ચેક ઉપરાંત પ્રદેશ સરકારે તેના પરિવાર માટે દિલ્હીમાં એક ફ્લેટ અપાવવાની દીશામાં વિચાર કરી રહી છે.

મુખ્યમત્રી શીલા દીક્ષિતે પોતે પીડિતાના ઘરે જઇને આ ચેક તેના પિતાના હાથમાં સોંપ્યો. દિલ્હી સરકારની 31 ડિસેમ્બરના રોજ મળેલી કેબિનેટ બેઠક દરમિયાન જ આ નિર્ણય કરી લેવામાં આવ્યો હતો કે સરકાર પોતાની તરફથી પીડિત યુવતીના પરિવારને સહાયતા રાશિ આપશે.

મુખ્યમંત્રીએ પીડિતાના પિતાને દિલાશો આપતા જણાવ્યું કે દિલ્હી સરકાર તેમના બંને પુત્રોના શિક્ષણ અને તેમને રોજગાર અપાવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરશે. મુખ્યમંત્રીના આશ્વાસન બાદ પીડિતાના પિતાએ ખુશી વ્યક્ત કરી છે. આ અવસરે સીએમ શીલા દીક્ષિતની સાથે લોકસભા સાંસદ મહાબલ મિશ્રા અને મુકેશ શર્મા પણ હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગેંગરેપ પીડિતા પોતાના પરિવારની એકમાત્ર કમાઉ સભ્ય હતી. ઇન્ટર્નશીપ દરમિયાન તેને બે પૈસા મળી જતા હતા જેનાથી તે પોતાના ઘરને ચલાવી લેતી હતી. 16 ડિસેમ્બરની કાળી રાત બાદ 13 દિવસ સુધી જિંદગી અને મોત સાથે લડતા લડતા તેણે 29 ડિસેમ્બરના રોજ પોતાના છેલ્લા શ્વાસ લીધા. તેના મૃત્યુ બાદ પરિવારનો એક માત્ર સહારો પણ છીનવાઇ ગયો, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી દિલ્હી સરકારે પીડિતાના પરિવારને આર્થિક અને અન્ય સહાય કરવાનું વિચાર્યું છે.

English summary
Delhi chief minister Sheila Dikshit assigned 15 million cheque to the Gangrape victim family.She also assured the family to arrange a flat in Delhi for them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X