બજેટના વિરોધીઓને સીએમ ભગવંત માનનો જડબાતોડ જવાબ

પંજાબમાં 10 માર્ચે રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષે નિશાન સાધ્યું હતું, જેને સીએમ ભગવંત માને જડબાતોડ જવાબ આપ્યો છે.

bhagwant mann

પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમા દ્વારા શૂક્રવારે રજૂ કરાયેલ બજેટનો વિરોધ કરનારાઓને મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરી જડબાતોડ જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ વિરોધીઓ પર હુમલો કરતાં કહ્યું કે પંજાબની તિજોરીને ખાલી પીપડી બનાવીને 9 વખત બજેટ રજૂ કરનારા, જેમના સંબંધીઓના નામ પર ટેક્સ વસૂલવામાં આવતો રહ્યો, વાદળીથી પીળી- પીળીથી ચિટ્ટી અને ચિટ્ટીથી ભગવી પાઘલી રંગનારા પણ આપણા જનસમર્થક બજેટ વિશે ટીકા કરી રહ્યા છે. ભગવાન પંજાબનું ભલું કરે.

જણાવી દઈએ કે પંજાબ સરકાર દ્વારા કાલે બજેટ રજૂ કર્યા બાદ વિરોધીઓએ પોતપોતાના સ્તર પર સવાલ ઉઠાવ્યા છે. પંજાબ બજેટ 2023ને લઇને રાજા વડિંગ, પ્રતાપ સિંહ બાજવા, સુખબીર બાદલ, અશ્વિની શર્મા અને મનપ્રીત બાદલે નિશાન સાધ્યું છે જેનો પીએમ ભગવંત માને જડબાતોડ જવાબ આપ્યો છે.

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે બજેટ પર બોલતા કહ્યું કે આમ આદમી પાર્ટી સરકારે પંજાબ વિધાનસભામાં રજૂ કરેલ બજેટમાં કરેલ ઘોષણાઓમાં ખુદને સંપૂર્ણપણે બેનકાબ કરી દીધા છે. વડિંગે નિશાન સાધતા કહ્યું કે આ બજેટે નિષ્ફળ સરકારને અરીસો દેખાડવાનું કામ કર્યું છે.

શિરોમણી અકાળી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકારે 2023-24ના બજેટમાં આંકડાઓમાં હેરફેર કરી લોભામણી તસવીર દેખાડી ફરી એકવાર પંજાબીઓને ઠગ્યા છે, જ્યારે હકિકતમાં પંજાબ આર્થિક બરબાદીના માર્ગ પર છે કેમ કે દેણું વધી રહ્યું છે અને આપણું પ્રદર્શન તમામ સ્કેલ પર ખૂબ જ નબળું છે.

મનપ્રીત બાદલે કહ્યું કે આ આમ આદમી પાર્ટીનું બજેટ છે જે વાતોમાં લાંબુ અને કાર્યવાહીમાં નાનું છે. તેમણે કહ્યું કે જાહેરાત અને પ્રચાર પર આ સરકારના કેટલા પૈસા ખર્ચ કર્યા, જેનો તેઓ યોગ્ય દસ્તાવેજો સાથે તથ્યોના આધાર પર ખુલાસો કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X