For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબી ગીતોમાં 'ગન અને ગેંગસ્ટર કલ્ચર' પર કડક થયા ભગવંત માન, ગાયકોને આપ્યુ અલ્ટીમેટમ

પંજાબના ગીતોમાં મોટેભાગે ગન અને ગેંગસ્ટર કલ્ચરને મહત્વ આપવામાં આવે છે. જેના પર હવે મુખ્યમંત્રી ભગવંત માને કડકાઈ દાખવી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબના ગીતોમાં મોટેભાગે ગન અને ગેંગસ્ટર કલ્ચરને મહત્વ આપવામાં આવે છે. જેના પર હવે મુખ્યમંત્રી ભગવંત માને કડકાઈ દાખવી છે. ગુરુવારે સીએમ માને એ પંજાબી સિંગર્સને ચેતવણી આપી જે કથિત રીતે પોતાના ગીતોમાં 'બંદૂક કલ્ચર'ને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલુ જ નહિ ગન અને ગેંગસ્ટર કલ્ચરની નિંદા કરીને તેમણે સ્પષ્ટ કહ્યુ છે કે એવા લોકો પર કડકાઈ કરવામાં આવશે. સાથે જ તેમણે હિંસા, નફરત ના ફેલાવવાની પણ અપીલ કરી.

bhagwant mann

પંજાબના સીએમે ગાયકોને પંજાબ, પંજાબી અને પંજાબિયતનુ સમ્માન કરવા પર જોર આપ્યુ. સાથે જ કહ્યુ કે આવા ગીતો દ્વારા સમાજ વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના બદલે ભાઈચારો, શાંતિ અને સદભાવના બંધનને બતાવો. માને એ ગાયકોને પંજાબના કલ્ચરને પ્રોત્સાહન આપવામાં ક્રિએટીવ રોલ નિભાવવા માટે વધુ જવાબદાર બનવા માટે કહ્યુ.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ કે આવા ગાયકો પર હાવી થવુ અમારી મુખ્ય ફરજ છે કે તે પોતાના ગીતોના માધ્યમથી હિંસાને પ્રોત્સાહિત ના કરે જે હંમેશા યુવાનોને પ્રભાવિત કરે છે. સરકારી નિવેદન મુજબ પહેલા અમે તેમને અનુરોધ કરીએ છીએ કે આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન ન આપે નહિતર સરકારે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે મજબૂર થવુ પડશે.

મુખ્યમંત્રીએ માદક પદાર્થોના મુદ્દે ડીસી અને એસએસપી સાથે એક હાઈ લેવલ મીટિંગ દરમિયાન આ વાત કહી. તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા સમયથી પંજાબના અમુક ગાયકો પર બંદૂક કલ્ચરને પ્રોત્સાહ આપવા અને હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવી ચૂક્યો છે. ગયા વર્ષે પૂર્વ સીએમ અમરિંદર સિંહે પણ એક પંજાબી સિંગરની ધરપકડનુ સમર્થન કર્યુ હતુ જેના પર પોતાના ગીત દ્વારા બંદૂક અને ગેંગસ્ટર કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો.

English summary
CM Bhagwant Mann strict on 'gun and gangster culture' in Punjabi songs, gave warning to singers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X