For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM હિમંત બિસ્વા સરમાએ કહ્યુ - આસામના ઘણા જિલ્લાઓમાં હિંદુ સમુદાય લઘુમતીમાં

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક વાર ફરીથી આસામમાં હિંદુ લઘુમતીનો મુદ્દો ઉઠાવીને રાજ્યમાં ફરીથી એનઆરસી કરવાની વાત કરી છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં મુસ્લિમ સમુદાય હવે લઘુમતી તરીકે યોગ્ય નથી કારણકે ઉત્તર-પૂર્વ રાજ્યના ઘણા જિલ્લાઓમાં હિંદુ લઘુમતીમાં છે. જ્યારે હિંદુ રાજ્યમાં બહુસંખ્યક નથી તો તમે તેમને લઘુમતી ઘોષિત કરી શકો છો.

himanta biswa sarma

તેમણે કહ્યુ પરંતુ હું અનરોધ કરવા માંગુ છે કે જ્યારે જિલ્લામાં હિંદુ સમુદાય બહુસંખ્યક નથી તો એ જિલ્લામાં હિંદુઓને પણ લઘુમતી ઘોષિત કરવા જોઈએ. આસામમાં ઘણા જિલ્લા એવા છે જ્યાં હિંદુ લઘુમતી છે. તેમાંથી અમુકમાં 5000થી પણ ઓછા હિંદુ છે.

મુસલમાન સમુદાય બહુસંખ્યક છે

સરમાએ કહ્યુ કે મુસલમાન સમુદાય બહુસંખ્યક છે અને આસામમાં સૌથી મોટો સમુદાય છે. આ માત્ર મારુ મંતવ્ય નથી. આ આંકડા છે. સંખ્યાની દ્રષ્ટિએ મુસ્લિમ આસામમાં સૌથી મોટો સમુદાય છે. આ મહિનાની શરુઆતમાં સરમાએ કહ્યુ હતુ કે સત્તા સાથે જવાબદારી આવે છે અને મુસ્લિમ આસામની વસ્તીના 35 ટકા છે માટે અહીં લઘુમતીઓની રક્ષા કરવી તેમની જવાબદારી છે.

NRCની સમીક્ષા કરવાનુ આહ્વાન

આસામમાં મુસ્લિમ વસ્તીના લગભગ ચાર ટકા મૂળ અસમિયા મુસલમાન છે અને બહુસંખ્યક બાંગ્લા ભાષી છે. આસામના મુખ્યમંત્રીએ પહેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC)ની સમીક્ષા કરવાનુ આહ્વાન કર્યુ હતુ અને એક નવી કવાયતનો આગ્રહ કર્યો હતો.

રાજ્યમાં ફરીથી એનઆરસી લાવો

સીએમ હિમંત બિસ્વાએ કહ્યુ કે અમે પહેલા પણ કહ્યુ હતુ કે જૂના એનઆરસીની સમીક્ષા કરવી જોઈએ અને તેને નવેસરથી કરવી જોઈએ. ઑલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયન(આસૂ) સાથે અમારી ચર્ચા ચાલી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે રાજ્યમાં ફરીથી એનઆરસી હોય. ઓગસ્ટ 2019માં પ્રકાશિત એનઆરસીની સૂચિમાં 3.3 કરોડ આવેદકોમાંથી 19.06 લાખથી વધુ લોકોને શામેલ કરવામાં આવ્યો નહોતા.

English summary
CM Himanta Biswa Sarma said – Hindu community minority in many districts of Assam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X