For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. અસીમ ગુપ્તાને CM કેજરીવાલે આપી શ્રદ્ધાંજલિ, ઘરે જઈ તેમની પત્નીને આપ્યો 1 કરોડનો ચેક

શુક્રવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડૉ. અસીમ ગુપ્તાના પરિવારની મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ દરમિયાન દર્દીઓ માટે ભગવાનનુ બીજુ રૂપ મનાતા ડૉક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વિના આ મહામારી સામે જંગ લડી રહ્યા છે. આ જાનલેવા મહામારીથી રોગીઓને બચાવતા બચાવતા અત્યાર સુધી ઘણા ડૉક્ટર્સ પોતાનુ જીવન કુરબાન કરી ચૂક્યા છે. દિલ્લી સ્થિત લોકનાયકના ચિકિત્સક દિવંગત ડૉ. અસીમ ગુપ્તા પણ તેમાંના એક છે. તમને જણાવી દઈએ કે ડૉ. અસીમ ગુપ્તા કોરોના દર્દીનો ઈલાજ કરીને સંક્રમિત થઈ ગયા હતા અને થોડા દિવસ બાદ તે શહીદ થઈ ગયા. શુક્રવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડૉ. અસીમ ગુપ્તાના પરિવારની મુલાકાત કરી.

kejriwal

આ દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડૉ. અસીમ ગુપ્તાને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક પણ આપ્યો જેનુ એલાન દિલ્લી સરકાર તરફથી કરવામાં આવ્યા હતા. સીએમ કેજરીવાલે ડૉ. અસીમ ગુપ્તાના દિલશાદ ગાર્ડન આવાસ પહોંચીને પરિવારજનો સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે ડૉ.અસીમની પત્ની નિરુપમા પણ એક ડૉક્ટર છે અને તે પણ લોકનાયક હોસ્પિટલમાં કાર્યરત છે. આ ઘટના પર સીએમ કેજરીવાલે કહ્યુ, ડૉક્ટર અસીમ ગુપ્તા કોવિડ દર્દીઓની સેવામાં તત્પર રહેતા હતા, તે પોતાની સેવા આપીને શહીદ થઈ ગયા.

સીએમ કેજરીવાલે કહ્યુ કે દિવગંત ડૉક્ટર અસીના પરિવારનો પૂરો ખ્યાલ દિલ્લી સરકાર રાખશે. તેમને જે પણ સુવિધા જોઈએ તે સરકાર પૂરી પાડશે. આ પહેલા શુક્રવારની સવારે દિલ્લી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરી પણ દિવંગત ડૉક્ટરના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ડૉ. નિરુપમા થોડા સપ્તાહ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાથી રિકવર થઈ ગયા પરંતુ તેમના પતિ ડૉક્ટર અસીમની તબિયતમાં કોઈ સુધારો ન થયો અને મહામારીના કારણે તેમનુ મોત થઈ ગયુ.

અમેરિકી કોંગ્રેસમાં ચીનને ઝટકો આપતુ બિલ થયુ પાસઅમેરિકી કોંગ્રેસમાં ચીનને ઝટકો આપતુ બિલ થયુ પાસ

English summary
CM Kejriwal paid tribute to Dr Aseem Gupta handed over 1 crore check to family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X