CM માનેએ અમેરિકામાં પંજાબી પરિવારની હત્યા અંગે વિદેશ મંત્રાલય પાસે ન્યાયની માગ કરી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબી પરિવારની હત્યાની તપાસ માટે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની ફેડરલ સરકાર પર દબાણ વધારવા તેમજ દખલ વધારવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રી પાસે માગ કરી હતી.
ચંદીગઢ, 6 ઓકટોબર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમેરિકાના કેલિફોર્નિયામાં પંજાબી પરિવારની હત્યાની તપાસ માટે યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાની ફેડરલ સરકાર પર દબાણ વધારવા તેમજ દખલ વધારવા માટે કેન્દ્રીય વિદેશ મંત્રી પાસે માગ કરી હતી.

પહેલા પરિવારનું અપહરણ કરવામાં આવ્યું
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યના હોશિયારપુર જિલ્લાના હરસી ગામના એક પંજાબીપરિવારની કેલિફોર્નિયામાં હત્યા કરવામાં આવી તે ખૂબ જ દુઃખદ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર પહેલા પરિવારનું અપહરણ કરવામાં આવ્યુંઅને બાદમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વમાં વસતા પંજાબીઓને હચમચાવી દીધા છે
ભગવંત માને જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ જસદીપ સિંહ, જસલીન કૌર, અમનદીપ સિંહ અને આઠ મહિનાની બાળકી રુહી તરીકે થઈ છે.આ એક ખૂબ જ નિંદનીય ઘટના છે, જેણે દરેકને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં વસતા પંજાબીઓને હચમચાવી દીધા છે.

પંજાબીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા
ભગવંત માને વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ક્રૂર હત્યાએ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ પંજાબીઓની સુરક્ષા પર સવાલોઉભા કર્યા છે.
કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જય શંકર પાસે હસ્તક્ષેપની માંગણી કરીને, તેમણે તેમને આ બાબતે ગહન તપાસ કરવામાટે યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ સરકાર પર દબાણ વધારવા અપીલ કરી હતી.

પંજાબીઓમાં સુરક્ષાની ભાવના પેદા કરવી એ સમયની જરૂરિયાત છે
પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા પંજાબીઓમાં સુરક્ષાની ભાવના પેદા કરવી એ સમયની જરૂરિયાત છે. ભારત સરકારેઅમેરિકામાં રહેતા પંજાબીઓની સુરક્ષાનો મુદ્દો અમેરિકામાં તેમના સાથીઓ સાથે ઉઠાવવો જોઈએ, ત્યાં રહેતા પંજાબીઓની સુરક્ષા સુનિશ્ચિતકરવા માટે તેમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.












Click it and Unblock the Notifications
