For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ

108 બાળકોના મૃત્યુ બાદ મુઝફ્ફરનગર પહોંચેલ નીતિશ કુમારનો વિરોધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મંગળવારે મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચેલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. એક્યૂટી ઈંસેફેલાઈટિસ સિંડ્રોમથી 108 બાળકોના મૃત્યુ બાદ નીતિશ કુમાર અહીં હાલાતની ચકાસણી કરવા આવ્યા હતા. નીતિશ કુમારના પહોંચતા જ એસકેએમસીએચ હોસ્પિટલ બહાર એકઠા થયેલ લોકોએ તેમને વિરોધ કરતા નીતિશ કુમાર વાપસ જાઓના નારા લગાવ્યા.

108 બાળકોનાં મોત

108 બાળકોનાં મોત

સરકાર તરફથી બાળકોના ઈલાજમાં ઢિલાઈ અને હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ ન હોવાથી નારાજ લોકોએ નીતિશ કુમારો ભારે વિરોધ કર્યો. વિરોધ કરી રહેલ લોકોનું કહેવું છે કે બાળકો રોજ મરી રહ્યાં છે પરંતુ આ બાજુ સરકારનું ધ્યાન જ નથી. હોસ્પિટલમાં દવાઓ અને ડૉક્ટરોનો સ્ટાફ પૂરતો નથી. નીતિશ કુમાર અીં હાલાતની તપાસ કરવા માટે પણ ત્યારે આવ્યા જ્યારે 100થી વધુ બાળકોના મૃત્યુ થઈ ગયાં હતાં. નીતિશ કુમારે આજે હોસ્પિટલમાં દર્દીઓને મળી રહ્યા છે અને ડૉક્ટર્સ પાસેથી સ્થિતિની જાણકારી લઈ રહ્યા છે.

નીતિશ કુમાર હોસ્પિટલે પહોંચ્યા

અગાઉ રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કેન્દ્રી સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે અને બિહાર સરકારમાં સ્વાસ્્ય મંત્રી મંગલ પાંડે પણ મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. ત્યારે પણ હોસ્પિટલમાં દાખલ બાળકોના પરિવારોએ હર્ષવર્ધનનો ભારે વિરોધ કર્યો હતો.

414 બાળકો દાખલ

414 બાળકો દાખલ

બિહારના મુઝફ્ફરપુરમાં ચમકી તાવથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 108 થઈ ગઈ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ બીમાર બાળકોની સંખ્યા વધીને 414 થઈ ગઈ છે. ચમકી તાવથી પીડિત મોટાભાગના દર્દી એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી એસકેએમસીએચ હોસ્પિટલમાં 89 અને કેજરીવાલ હોસ્પિટલમાં 19 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે.

રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર

English summary
cm of bihar nitish kumar visited skmch hospital in muzaffarpur, locals hold protest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X