For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM યોગીને મળી જાનથી મારવાની ધમકી, કહ્યુ - 4 દિવસ બચ્યા છે જે કરવુ હોય તે કરી લો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી મળી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી મળી છે. સીએમને આ ધમકી યુપી પોલિસની ઈમરજન્સી સેવા ડાયલ 112ના વૉટ્સએપ નંબર પર મેસેજ દ્વારા આપવામાં આવી છે. મેસેજમાં લખ્યુ છે કે, 'સીએમ પાસે માત્ર 4 દિવસ બચ્યા છે, જે કરવુ હોય એ કરી લો, 5માં દિવસેહું તેને જાનથી મારી નાખીશ.' આ મેસેજ બાદ યુપી પોલિસ ડિપાર્ટમેન્ટમાં હોબાળો મચી ગયો છે. હાલમાં અજ્ઞાત વ્યક્તિ સામે લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ આ ધમકી 29 એપ્રિલે યુપી પોલિસના ઈમરજન્સી સેવા ડાયલ નંબર 112ના વૉટ્સએપ નંબર પર આવી છે.

yogi adityanath

જો કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે સીએમ યોગી આદિત્યનાથને આ રીતની ધમકી મળી છે. આ પહેલા મે, 2020માં પણ તેમને વૉટ્સએપ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેમને એક વિશેષ સમાજ દ્વારા જોખમ ગણાવવામાં આવ્યુ હતુ. ત્યારે પણ અજ્ઞાત વ્યક્તિ સામે ગોમતીનગર પોલિસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં જ કોરોનાથી રિકવર થઈને સીએમ યોગી આદિત્યનાથે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે. હવે સરકારે યુપીમાં આરોગ્ય વિભાગના બધા ફ્રંટલાઈન વૉરિયર્સને વિશેષ પેકેજ આપવાનુ એલાન કર્યુ છે.

સીરમ ઈન્સ્ટીટ્યુટને ઑર્ડર કરાઈ ભારતની વસ્તીની 4% વેક્સીન?સીરમ ઈન્સ્ટીટ્યુટને ઑર્ડર કરાઈ ભારતની વસ્તીની 4% વેક્સીન?

સીએમ યોગીના નિર્દેશ પર હવે બધા ફ્રંટલાઈન કોરોના વૉરિયર્સને 25 ટકા વધુ વેતન આપવામાં આવશે. વળી, આજથી કોરોના પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે રાજ્યમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આ અભિયાન ચાર દિવસ ચાલશે જેમાં રાજ્યના બધા ગામોમાં એક પ્રશિક્ષિત ટીમ મોકલીને લોકોને કોવિડ ગાઈડલાઈન વિશે શિક્ષિત કરવામાં આવશે.

English summary
CM Yogi Adityanath get intimidation says you have only 4 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X