CM Yogi Adityanath : એપ્રિલમાં શરૂ થશે મેરઠથી ગાજિયાબાદ રેપિડ રેલ, મુખ્યમંત્રી યોગી કહી આ વાત
CM Yogi Adityanath : ઉત્તર પ્રેદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેઓ વિવિધ સ્થળો પર જનસભા સંબોધી લોકોને ભાજપના વિકાસ કાર્યો જણાવી રહ્યા છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ગાજિયાબાદ પહોંચ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કવિનગરના રામલીલા મેદાનમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રથમ ઝડપી રેલ એટલે કે રેપિડ રેલ આવતા મહિનાથી કાર્યરત થઈ જશે.

ચૂંટણી સભામાં સંબોધન કરતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, પહેલા દિલ્હીથી મેરઠ પહોંચવામાં 4 કલાક લાગતા હતા, પરંતુ હવે આ અંતર થોડી જ મિનિટોમાં કવર થઈ જશે.
સીએમ યોગીએ જણાવ્યું હતું કે, ગાઝિયાબાદ દિલ્હીને અડીને છે, તેમ છતાં જામને કારણે મુસાફરીમાં 2-2 કલાકનો સમય લાગતો હતો, પરંતુ આજે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે શરૂ થતાં, રોડ કનેક્ટિવિટીમાં સુધારો થયો છે અને મુસાફરી સરળ બની છે. આ ઉપરાંત રેપિડ રેલ પણ આવતા મહિનાથી શરૂ થશે. રેપિડ રેલ દિલ્હીથી મેરઠનું અંતર વધુ ઘટાડશે.
આ દરમિયાન મંચ પરથી બોલતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ હવે શાંત પ્રદેશ બની ગયું છે. અગાઉની સરકારોમાં તહેવારો પહેલા ઉત્તર પ્રદેશમાં કર્ફ્યુ લાદવામાં આવતો હતો, પરંતુ આજે કર્ફ્યુ લાગવાનું નામ કોઈ લેતું નથી. આ દરમિયાન સીએમ યોગીએ નારો આપ્યો, ન કર્ફ્યુ ન દંગા, યુપી મે સબ ચંગા.
આ દરમિયાન ભાજપ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા મુખ્યમંત્રી યોગીએ જણાવ્યુ હતું કે, કેન્દ્રમાં છેલ્લા 9 વર્ષથી અને રાજ્યમાં છેલ્લા 6 વર્ષથી ભાજપની સરકારો છે. દેશ રાજકીય, આર્થિક અને સામાજિક રીતે મજબૂત બન્યો છે. સમગ્ર વિશ્વ ભારતના વડાપ્રધાનને મુશ્કેલીનિવારક તરીકે જુએ છે.
આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ બસપા અને સપા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પહેલાની સરકારો બંદૂક ચલાવતી હતી. તેઓએ યુવકના હાથમાં પિસ્તોલ પકડાવી છે. આજે ઉત્તર પ્રદેશમાં યુવાનો પાસે બંદૂકને બદલે ટેબલેટ છે. યુપીમાં 2 કરોડ યુવાનોને ટેબલેટ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
