For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અતીક અને અશરફના હત્યાકાંડની તપાસ માટે સીએમ યોગીએ આયોગની કરી રચના, આ 3 અધિકારી કરશે સમગ્ર મામલાની તપાસ

|
Google Oneindia Gujarati News

ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફને 15 એપ્રિલે મોડી રાત્રે પોલીસ કસ્ટડીમાં ગોળી મારી દેવામાં આવી હતી. એક સાથે બેવડી હત્યાની આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યુ હતુ. આ હત્યાકાંડ પછી રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ન્યાયિક પંચની રચના કરવાની જાહેરાત કરી હતી.

સીએમ યોગીની જાહેરાત પછી 16 એપ્રિલ, રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા ત્રણ સભ્યોની ન્યાયિક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, આ તપાસ પંચ 15 એપ્રિલે પ્રયાગરાજ જિલ્લામાં બનેલી સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કર્યા બાદ બે મહિનામાં સરકારને રિપોર્ટ સોંપશે.

yogi adityanath

ન્યાયિક તપાસ સમિતિનુ નેતૃત્વ અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અરવિંદ કુમાર ત્રિપાઠી કરશે. તમને જણાવી દઈએ કે, આ તપાસ પંચમાં સેવાનિવૃત આઈપીસી અધિકારી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોની સામેલ છે.

Karnataka Election: ભાજપમાંથી રાજીનામુ આપી પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જોઈન કર્યુ કોંગ્રેસKarnataka Election: ભાજપમાંથી રાજીનામુ આપી પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જોઈન કર્યુ કોંગ્રેસ

સમાચાર અનુસાર, અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ સીએમ યોગીએ મોડી રાત્રે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં, સીએમએ પોલીસ અધિકારીઓ સાથે કેટલાક કલાકો સુધી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પાંચ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓને પ્રયાગરાજ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, શનિવારે રાત્રે થયેલી હત્યા બાદ સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

Weather Update: હીટવેવનો પ્રકોપ, 5 રાજ્યોમાં લૂ માટે એલર્ટ, અમુક જગ્યાએ પારો 44 ડિગ્રીને પારWeather Update: હીટવેવનો પ્રકોપ, 5 રાજ્યોમાં લૂ માટે એલર્ટ, અમુક જગ્યાએ પારો 44 ડિગ્રીને પાર

આ હત્યાકાંડ પછી પોલીસે ત્રણેય શૂટરોની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી. આ અંગે પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ એફઆઈઆરની નકલને ટાંકીને કહ્યુ હતુ કે, 'ત્રણેય શૂટરોએ કહ્યુ કે અતીક અને અશરફની ધરપકડ કરવામાં આવી છે, એ માહિતી મળ્યા બાદ અમે પત્રકારોના વેશમાં પ્રયાગરાજ આવ્યા.

આ પછી સ્થાનિક પત્રકારો વચ્ચે રહેવા લાગ્યા અને બંનેને મારવાની યોજના બનાવી રહ્યા હતા. અમે રાજ્યમાં પ્રખ્યાત થવા માટે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને મારી નાખવા માગતા હતા.

IPL 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે? - આરસીબી vs ચેન્નઈ સુપર કિંગ્સIPL 2023: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે? - આરસીબી vs ચેન્નઈ સુપર કિંગ્સ

English summary
CM Yogi constitute 3 members judicial inquiry committee in the murder of Atiq Ahmed and Ashraf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X