For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM યોગીના હસ્તે પેપ્સિકો પ્લાન્ટનો શિલાન્યાસ, બોલ્યા - હવે બહાર જવાની જરૂર નથી

|
Google Oneindia Gujarati News

UP News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શનિવારે ગોરખપુરમાં આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સિકોના ફ્રેન્ચાઇઝી પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે આ પ્લાન્ટની સ્થાપનાને કારણે પૂર્વાંચલમાં વિકાસ અને રોજગારના ક્ષેત્રમાં અપાર સર્જનની શક્યતાઓ બાબતે લોકોને અવગત કર્યા હતા.

CM Yogi

આ અગાઉ, મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે સહજનવાનમાં ભોલારામ મસ્કરા ઇન્ટર કોલેજમાં રૂપિયા 10.43 કરોડના ખર્ચે નિર્માણ થનારા સ્ટેડિયમનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે પોતાના સંબોધનમાં યોગી અદિત્યનાથે જણાવ્યું હતું કે, હવે રોજગાર માટે બહાર જવાની જરૂર નહીં રહે.

CM યોગીના કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગોરખપુર સહિત સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં વિકાસની ગતિ અનેક ગણી વધી છે. આ સાથે રોજગારીની અપાર સંભાવનાઓ ઉભી થઈ છે.

આ ઉપક્રમે ગોરખપુરમાં પેપ્સિકો કંપનીના પ્લાન્ટની સ્થાપના સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે. એક તરફ આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, ત્યારે બીજી તરફ સ્થાનિક લોકોને રોજગારી માટે બહાર જવાની જરૂરત નહીં પડે. લગભગ બે હજાર લોકોને આ પ્લાન્ટને કારણે સીધો લાભ મળશે.

ઉત્તર પ્રદેશમાંથી ગુનેગારો કારી રહ્યા છે પલાયન

મુખ્યમંત્રી યોગી અદિત્યનાથે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે છે. ગુનાઓ અને ગુનેગારો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં કાયદાનું શાસન છે. સામાન્ય લોકોને ન્યાય મળી રહ્યો છે.

ન્યાયતંત્ર અને કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. હવે ગુનેગારો કોઈપણ ગુનો કરતા પહેલા ઘણી વખત વિચારતા થયા છે. તેઓ કાયદાથી એટલા ડરે છે કે, તેઓ રાજ્ય છોડીને પલાયન કરી રહ્યા છે.

મોટો પ્લાન્ટ સ્થાપના કરી રહ્યું છે FMCG

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમેબલ ગુડ્સ એટલે કે, FMCG રાજ્યના ઘણા ભાગોમાં મોટા પ્લાન્ટ સ્થાપી રહી છે. જેને કારણે નાની સપ્લાય કંપનીઓ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશન પણ વિસ્તરી રહ્યાં છે. આ કંપની ગોરખપુર સાથે સાથે ચિત્રકૂટ, પ્રયાગરાજ અને અમેઠીમાં પણ પ્લાન્ટ લગાવી રહી છે.

ગોરખપુરના બદલાયા રંગરૂપ

CM યોગીએ જણાવ્યું હતું કે, આ પહેલા ગોરખપુર, જે પછાત અને ગુનાખોરી માટે જાણીતું હતું, આજે તે ગોરખપુર પોતાના વિકાસ માટે આખા દેશમાં જાણીતું છે. છેલ્લા છ વર્ષમાં ગોરખપુરે વિકાસના ઘણા રેકોર્ડ સર્જ્યા છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગ, ઉદ્યોગ, પ્રવાસન તમામ ક્ષેત્રોમાં ઝડપી કામગીરી કરવામાં આવી છે અને તેના હકારાત્મક પરિણામો દેખાઈ રહ્યા છે.

પહેલા ગોરખપુરમાં કોઈ રોકાણ કરવા માંગતા ન હતા, આજે દેશની સાથે સાથે વિદેશી કંપનીઓ પણ ગોરખપુરમાં પોતાના પ્લાન્ટ લગાવી રહી છે. આજે સમગ્ર દેશ કે દુનિયામાં ગોરખપુરનું નામ આદર સાથે લેવામાં આવે છે.

English summary
CM Yogi laid foundation stone of PepsiCo plant, said - now no need to go out state for earning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X