For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઠંડીમાં ઠુઠવાયું ઉત્તર ભારત, લેહ -17.3 ડિગ્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. દિવસે તડકો નિકળ્યો છતાં કેટલાક સ્થળોએ હાડ થિંજવી દે તેવી ઠંડી પડી રહી છે. આનાથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. પંજાબના જલંધર અને હરિયાણાના હિસારમાં તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે. કાશ્મીર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સોમવાર, મંગળવાર અને બુધવારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઠંડીના લીધે હરિયાણામાં એક વ્યક્તિનું અને રાજસ્થાનમાં એકનું મોત નિપજ્યું છે.

રાજધાની દિલ્હીમાં સોમવારે આ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં સોમવારે તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જ્યારે શનિવારે આ તાપમાન 4.9 ડિગ્રી અને શુક્રવરે 4.5 ડિગ્રી સેલ્સિયસ હતું. સામાન્યની તુલનાએ દિલ્હીમાં દિલ્હીમાં 5 ડિગ્રી ઓછું તાપમાન આજે નોંધવામાં આવ્યું છે. આ પ્રમાણે દિલ્હીમાં ગત 10 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો છે.

દિલ્હીમાં 1.9 ડિગ્રી પહોંચ્યું તાપમાન

દિલ્હીમાં 1.9 ડિગ્રી પહોંચ્યું તાપમાન

એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી ક્યાંક થીજવી ન દે. તાપમાનમાં દિવસેને દિવસે જે પ્રકારે ઘટાડો નોંધાઇ રહ્યો છે, તેને, જેથી દિલ્હીવાસીઓ વચ્ચે ઠંડીને ચર્ચા સામાન્ય બની ગઇ છે. ડિસેમ્બરના અંતમાં રવિવારે દિલ્હીના પશ્વિમી તથા બહારી જિલ્લ જાફરપુર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીનું તાપમાન 4.5 નોંધવામાં આવ્યું.

તાપમાનની જનજીવન પર અસર

તાપમાનની જનજીવન પર અસર

હવામાન વિભાગે તાપમાનમાં ઘટાડો ચાલુ રહેવાની વાત કહી છે. રવિવારે મહત્વમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું એટલે કે 19.5 નોંધવામાં આવ્યું હતું. તાપમાનની અસર જનજીવન પર જોવા મળી રહી છે. રજાના દિવસે દિલ્હીના મોટાભાગના પિકનીક સ્પોટ તથા બજાર વેરાન જોવા મળ્યા હતા. હવામાન વિભાગનું માનીએ તો સોમવારે તથા મંગળવારે પણ દિલ્હીમાં ઠંડી હવાનું જોર રહેશે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

જલંધરમાં શૂન્યથી નીચે પહોંચ્યું તાપમાન

જલંધરમાં શૂન્યથી નીચે પહોંચ્યું તાપમાન

સતત બીજા દિવસે પારો માઇનસમાં રહ્યો અને તડકો હોવાછતાં ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો હતો. રવિવારે રજાના દિવસે ધાબા પર તડકો સેકવા માટે પહોંચેલા લોકો થોડીવારમાં રૂમમાં બંધ થઇ ગયા હતા, કારણ કે બપોર સુધી ઠંડો પવન ફૂંકાતા લોકોને ઘરમાં પુરાઇ રહેવા માટે મજબૂર કરી દિધા હતા. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે શહેરનું લધુત્તમ તાપમાન -0.5 અને મહત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર બે ત્રણ દિવસોમાં વરસાદ પડી શકે છે. નવા વર્ષે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હિસારમાં તાપમાન -0.8 ડિગ્રી

હિસારમાં તાપમાન -0.8 ડિગ્રી

સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. દિવસે તડકો નિકળવા છતાં પ્રદેશમાં જોરદાર ઠંડી પડી રહી છે. જેથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. ઠંડીના કારણે સિરસાના ઓઢામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રવિવારે હિસારમાં લધુત્તમ તાપમાન માઇનસ 0.8 ડિગ્રી પહોંચી ગયું હતું જો કે આ સિઝનના ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી સૌથી ઓછું તાપમાન છે.

નારનૌલમાં પારો શૂન્ય ડિગ્રીએ

નારનૌલમાં પારો શૂન્ય ડિગ્રીએ

નારનૌલમાં પારો શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયો છે. અહીં લધુત્તમ તાપમાન 0 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું અને સવારે ખેતરોમાં પાક પર બરફની ચાદર છવાઇ ગઇ હતી. આ ઉપરાંત રેવાડીમાં લધુત્તમ તાપમાન એક ડિગ્રી અને સિરસામાં 1.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાન હજુ સુધી નીચું જશે કારણ કે 30 અને 31 ડિસેમ્બરના મેદાની વિસ્તારોમાં અમુક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

જયપુરમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જયપુરમાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જયપુરમાં રવિવારે સ્વચ્છ હવામાન અને હવળો તડકો હોવાછતાં ઠંડીએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજધાનીમાં શનિવારે રાત્રે પારો 2.2 ડિગ્રીથી ખસીને 4.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જે પાંચ વર્ષમાં સૌથી ઓછું તાપમાન અને આ સિઝનનું લધુત્તમ તાપમાન છે. હવામાન વિભાગે સોમવારે અથવા મંગળવારે જયપુર સહિત પૂર્વી રાજસ્થાનમાં વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં ઠંડીના કારણે એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હોવાની માહિતી આપી હતી.

આગરામાં ઠંડીની શરૂઆત

આગરામાં ઠંડીની શરૂઆત

આગરા શહેરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. રવિવારે રાત્રે અહી પારો 1.4 ડિગ્રી રહ્યો, જો કે અહીં સામાન્ય તાપમાનથી 6 ડિગ્રી ઓછું હતું. અહી મોટાભાગે તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહે છે. હવામાન વિભાગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હળવા ઝાપટાના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાવવાની સંભાવના વ્યક્ત કરી છે.

થીજવા લાગ્યા કાશ્મીરના જલસ્ત્રોત

થીજવા લાગ્યા કાશ્મીરના જલસ્ત્રોત

બરફની સફેદ ચાદર અને બરફના શિખરોમાં જો કોઇ નવા વર્ષનું સ્વાગત કરવા માંગતું હોય તો તે કાશ્મીર આવી શકે છે. જોરદાર ઠંડીની લીધે દિવસ રાત મોટાભાગે ન્યૂનતમ તાપમાન સામાન્યથી નીચે જતું રહેતાં મોટાભાગના જળસ્ત્રોત થીજવા લાગ્યા છે. શનિવારે રાત્રે લેહમાં આ સિઝન દરમિયાનનું સૌથી ઓછું તાપમાન -17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે કારગિલમાં -16.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.

English summary
Cold wave and dense fog disrupted normal life across India with plummeting temperatures and low visibility, forcing the people to stay within the confines of their houses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X