For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Clean-Green Energy Gujarat : પ્રજાસત્તાક દિવસની પરેડમાં રંગ ફેલાવશે ગુજરાતની ઝાંખી, થીમ છે ક્લીન-ગ્રીન એનર્જી

Clean Green Energy Gujarat : ગણતંત્ર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં 'કર્તવ્ય પથ' ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં 'ક્લીન-ગ્રીન એનર્જી-એનર્જી ગુજરાત' થીમ સાથે ગુજરાતની ઝાંખી રજૂ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Clean-Green Energy Gujarat : ગુજરાત રાજ્ય દ્વારા અવિરત નવા પ્રયોગો અને પ્રયત્નો કરીને ભારત દેશને નવી રાહ ચિંધવાનું કામ કર્યું છે. આ પરંપરાને જાળવી રાખીને, ગુજરાત 26 જાન્યુઆરી, 2023ના રોજ એટલે કે, ગણતંત્ર દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં 'કર્તવ્ય પથ' ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં 'ક્લીન-ગ્રીન એનર્જી-એનર્જી ગુજરાત' થીમ સાથે તેની ઝાંખી રજૂ કરવામાં આવશે.

Clean-Green Energy Gujarat

આ ઝાંખી દેશ અને વિશ્વને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને હરિયાળી અને સ્વચ્છ ઉર્જા બનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપશે.

આજે સમગ્ર વિશ્વ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના સંકટનો સામનો કરી રહ્યું છે. ઉર્જાનાં આ સ્ત્રોતો સમયની સાથે ખતમ થવા તરફ આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ આ ઉર્જા સ્ત્રોતોને કારણે પ્રદુષણ વધવાને કારણે સમગ્ર પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. આ કારણે વિશ્વના ઘણા દેશો જળવાયુ પરિવર્તનના પડકારનો સામનો કરી રહ્યા છે. જે સાથે વિશ્વના અનેક દેશો પૂર, ભૂસ્ખલન, સુનામી અને ભૂકંપ જેવી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે.

તાજેતરમાં યોજાયેલી યુનાઈટેડ નેશન્સ એન્યુઅલ ક્લાઈમેટ કોન્ફરન્સની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝમાં આ બાબત પર અતિ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમજ પૃથ્વીના પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવા અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) ના વ્યાજબી અને સ્વચ્છ ઉર્જા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે, ગુજરાત રાજ્ય દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જા સંસાધનોનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવીને અનોખી પહેલ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ 2009માં 'ક્લાઈમેટ ચેન્જ'નો એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયો પાવર અને હાઈડ્રો પાવર જેવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ટોચના સ્થાન પર છે.

પ્રસ્તુત ઝાંખીના અગ્રભાગમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે આકાર લેતો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (સૌર અને પવન) રિન્યુએબલ એનર્જી પાર્ક પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ સાથે રંગબેરંગી કચ્છી પોશાકમાં સજ્જ ખુશમિજાજ છોકરી, અને તેના હાથમાં સૂર્ય અને પવન, જે પુનઃપ્રાપ્ય ઉર્જાનો અખૂટ સ્ત્રોત ગણાય છે, તેને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો પ્રથમ સોલાર પાર્ક 2011થી કાર્યરત છે.

તો બીજી તરફ ઝાંખીની પૃષ્ઠભૂમિમાં મોઢેરા ગામને બતાવવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરા BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) દ્વારા દેશનું પ્રથમ 24 X 7 સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે મોઢેરાની મુલાકાત લીધી હતી, અને ગુજરાતના કાર્યની પ્રશંસા કરી હતી, જે સૌર ઉર્જાથી આત્મનિર્ભર બન્યું છે.

આ સાથે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM KUSUM) યોજના દ્વારા, સોલાર રૂફટોપથી કૃષિમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઉર્જા ઉત્પાદન તેમજ અન્ય સંપત્તિઓ પર પવન અને સૂર્ય ઉર્જામાંથી સ્વચ્છ અને લીલી ઉર્જાનું ઉત્પાદન, આત્મનિર્ભરતા ક્ષેત્રોમાં આર્થિક કમાણીના કારણે રાજ્યમાં સુખદ ઉર્જા ક્રાંતિ પ્રદર્શિત કરવામાં આવી છે.

આ ઉપરાંત આ ટેબ્લોમાં કચ્છનું સફેદ રણ જેમાં વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ જોવા મળે છે, કચ્છની ઓળખ સમા પરંપરાગત ઘર 'ભૂંગા' અને રણના વાહન ઊંટનું વહન કરી રહેલી કચ્છી પરિવેશમાં સજ્જ ગ્રામીણ કચ્છી મહિલા સહિતના અનેક આકર્ષણો આ ટેબ્લોમાં રજૂ કરવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ ઓલખ અને માહિતી નિયામક આર. કે. મહેતા, પંકજ મોદી અને નાયબ માહિતી નિયામક સંજય કછોટ અધિક નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ સહયોગ આપી રહ્યા છે. આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ ટેબ્લો દ્વારા એક અસરકારક સંદેશ આપવામાં આવ્યો છે કે, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર રહેલું ગુજરાત 'નેટ ઝીરો એમિશન' અને આર્થિક અને સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવામાં વિશ્વ અગ્રેસર બની રહ્યું છે.

English summary
Colors will spread in the Republic Day parade, the theme of Gujarat is Clean-Green Energy Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X