રાજુ શ્રીવાસ્તવે કાનપુર ટિકિટ સપાને પરત કરી, નહી લડે ચૂંટણી
કાનપુર, 11 માર્ચ: લોકસભા ચૂંટમીમાં ત્રીજા મોર્ચાના સહારે સરકાર બનાવવાનું સપનું જોઇ રહેલી સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવને જોરદાર ઝટકો લાગ્યો છે. મુલાયમ સિંહના કહેવાથી જ સમાજવાદી પાર્ટીમાં હાલમાં જ જોડાયેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને કાનપુરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. સપા રાજુ શ્રીવાસ્તવની કોમેડીથી કાનપુર બેઠક પોતાના નામે કરવા માગતી હતી. પરંતુ રાજુ શ્રીવાસ્તવે અણીના સમયે સપાની સાયકલ પરથી કૂદકો મારી દીધો અને ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો.
હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે સમાજવાદી પાર્ટીને પોતાના ઉમેદવારની ટિકિટ પરત કરતા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે આ પગલું તેમણે ખૂબ જ સમજી વિચારીને ભર્યું છે. રાજુએ આરોપ લગાવતા જણાવ્યું કે કાનપુરથી ઉમેદવાર થયા બાદથી જ તેમને કાર્યકર્તાઓ અને નેતાઓનો સાથ સહકાર ન્હોતો મળી રહ્યો. જેનાથી નારાજ થઇને તેમણે કાનપુરની ટિકિ પરત કરી દીધી છે.

Did You Know: હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ 1993થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે, પરંતુ તેમને અસલી ઓળખ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી. તેમને આરજેડી મુખિયા લાલુ પ્રસાદ યાદવની મિમિક્રીમાં મહારથ હાસલ છે, એવું કહી શકાય.












Click it and Unblock the Notifications
