દિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારઃ આરોગ્ય મંત્રી

દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ છે કે જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેને જોતા કહી શકાય કે રાજધાની અને દેશના અન્ય ભાગોમાં કમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યુ છે.

નવી દિલ્લીઃ દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ છે કે જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેને જોતા કહી શકાય કે રાજધાની અને દેશના અન્ય ભાગોમાં કમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યુ છે. જૈનનુ કહેવુ છે કે કેન્દ્ર સરકારે કોરોનાના કમ્યુનિટી સ્પ્રેડનો સ્વીકાર કરવો જોઈએ. જો કે તેમણે કહ્યુ કે કોરોનાના સામુદાયિક સંક્રમણ વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આઈસીએમઆરનુ સાચુ જણાવી શકે છે.

Satyendar Jain

દિલ્લીમાં કોરોનાના વધતા કેસ પર સત્યેન્દ્ર જૈને કહ્યુ કે કેસ વધ્યા છે પરંતુ ગભરાવાની જરૂર નથી. દિલ્લીમાં રિકવરી રેટ સારો છે અને કોરોનાથી મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે. દિલ્લીમાં કોરોનાથી પહેલા મૃત્યુદર ત્રણ ટકાથી વધુ હતો. હવે તે ઘટીે 2.05 ટકા પર આવી ગયો છે. છેલ્લા 10 દિવસમાં મૃત્યુદર એક ટકાથી પણ ઓછો 0.68 ટકા રહ્યો છે.

સત્યેન્દ્ર જૈને કહ્યુ કે કોવિડ-19 દર્દીઓ માટે હવે 500થી વધુ વધારાના આઈસીયુ બેડ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યુ કે હાલમાં જ એક આદેશ આપવામાં આવ્યો હતો કે 33 ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા આઈસીયુ બેડ કોવિડ-19 દર્દીઓ માટે અનામત છે જેનાથી બેડ વધ્યા છે.

દેશમાં પણ કોરોના દર્દી સતત વધી રહ્યા છે. સંક્રમણના કુલ કેસોની સંખ્યા 53 લાખનો આંકડો પાર કરી ચૂકી છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 93,337 નવા કેસ સામે આવ્યા છે અને 1247 દર્દીઓના મોત થયા છે. દેશમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 53,08,015 થઈ ગઈ છે જેમાં 10,13,964 સક્રિય કેસ, 42,08,432 દર્દી રિકવર થયા છે. અત્યાર સુધી 85,619 દર્દીઓના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X