For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ EC વેબસાઈટથી ગાયબ

લોકસભા ચૂંટણી 2019 ના પ્રચાર દરમિયાન ઘણા નેતાઓ સામે આચર સંહિતા ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 ના પ્રચાર દરમિયાન ઘણા નેતાઓ સામે આચર સંહિતા ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. ચૂંટણી પંચે ઘણા નેતાઓ સામે ફરિયાદના આધારે કાર્યવાહી પણ કરી છે. હાલમાં એવી ખબર આવી રહી છે કે ચૂંટણી પંચની વેબસાઈટથી તે ફરિયાદ ગાયબ છે, જે પીએમ મોદી વિરુદ્ધ મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવી હતી.

આ પણ વાંચો: નહેરુ- ઇન્દિરાની વાત છોડે, 5 વર્ષમાં શુ કર્યું તે ગણાવે મોદી: પ્રિયંકા ગાંધી

કોલકાતાના રહેવાસી મહેન્દ્ર સિંહએ ફરિયાદ કરી

કોલકાતાના રહેવાસી મહેન્દ્ર સિંહએ ફરિયાદ કરી

કોલકાતાના રહેવાસી મહેન્દ્ર સિંહએ પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પીએમ મોદી સામે ફરિયાદ મહારાષ્ટ્રના લાતુરમાં ચૂંટણી રેલી અંગે કરવામાં આવી હતી, જેમાં તેમને પહેલીવાર વોટ કરનારાઓને પોતાનો મત પુલવામાં શહીદો અને બાલાકોટ એર સ્ટ્રાઇકને સમર્પિત કરવાની વાત કહી હતી.

ચૂંટણી આયોગમાં નોંધાયેલી ફરિયાદ વેબસાઈટ પર નહીં

ચૂંટણી આયોગમાં નોંધાયેલી ફરિયાદ વેબસાઈટ પર નહીં

એનડીટીવી રિપોર્ટ અનુસાર, લાતુરમાં પીએમ મોદીના ભાષણ વિરુદ્ધ ચૂંટણી આયોગમાં નોંધાયેલી ફરિયાદ વેબસાઈટ પર નથી. ફરિયાદ કરનાર મહેન્દ્ર સિંહ અનુસાર ચૂંટણી પંચની વેબસાઈટ ચેક કરી ત્યારે ખબર પડી કે મામલો ઉકેલી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ આ મામલો ચૂંટણી પંચ સામે વિચારણા હેઠળ છે. અત્યારસુધીમાં ચૂંટણી પંચમાં 400 કરતા પણ વધારે ફરિયાદ નોંધાઈ ચુકી છે.

ફરિયાદના સ્ટેટસ અંગે ચૂંટણી પંચે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો

ફરિયાદના સ્ટેટસ અંગે ચૂંટણી પંચે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો

ચૂંટણી પંચ અનુસાર, વેબસાઈટ પર આ ફરિયાદ લખાવી હોવી જોઈતી હતી. ચૂંટણી આયોગમાં આ જાણકારી પહોંચાડી દેવામાં આવી ચુકી છે. આ બાબતે ચૂંટણી પંચ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે વેબસાઈટ પર જે ફરિયાદનું સ્ટેટસ લખવામાં આવ્યું છે, તે ટેક્નિકલ સમસ્યા છે. ચૂંટણી આયોગે આ ભૂલ માટે અધિકારી પાસે તેનું સ્પષ્ટિકરણ માંગ્યું છે.

English summary
complaint against pm modi for violating MCC missing on EC Website
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X