Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નહેરુ- ઇન્દિરાની વાત છોડે, 5 વર્ષમાં શુ કર્યું તે ગણાવે મોદી: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ફક્ત અમારા પરિવારની જ વાત કરે છે, ક્યારેય નથી ગણાવતા કે તેમને શુ કર્યું છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ફક્ત અમારા પરિવારની જ વાત કરે છે, ક્યારેય નથી ગણાવતા કે તેમને શુ કર્યું છે. ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં એક ચૂંટણી સભામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમને સનક છે કે તેઓ ફક્ત મારા પરિવાર વિશે જ વાત કરતા રહે છે. 50 ટકા તેમનું ભાષણ આજ હોય છે કે નેહરુએ આ કર્યું, ઇન્દિરાએ આવું કર્યું હતું. તેઓ આ કેમ નથી કહેતા કે 5 વર્ષમાં તેમને શુ કર્યું છે.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છેઃ રાહુલ ગાંધી

યુપીમાં ત્રણ દિવસ સુધી પ્રિયંકા ગાંધી

યુપીમાં ત્રણ દિવસ સુધી પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારથી ત્રણ દિવસના ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. બુધવારે તેઓ ફતેહપુર, ગાઝીપુર અને હમીરપુરમાં રોકાશે ફતેહપુર જનસભામાં તેમને પીએમ મોદી પર પ્રહાર કર્યો. ગુરુવારે પ્રિયંકા બુંદેલખંડમાં રેલી કરશે. અહીં તેઓ સભાઓ અને રોડ શો કરશે. ત્રીજા દિવસે 26 એપ્રિલે તેઓ બારાબંકીમાં તનુજ પુનિયાના સમર્થનમાં રોડ શૉ કરશે. 26 એપ્રિલે પ્રિયંકા ગાંધી ઉન્નાવમાં પણ રોડ શૉ કરશે.

રાહુલ ગાંધી ખીરીમાં સભા કરશે

રાહુલ ગાંધી ખીરીમાં સભા કરશે

પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બુધવારે ઉત્તરપ્રદેશમાં છે. રાહુલ ગાંધી ખીરી લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર ઝફર અલી નકવીના સમર્થનમાં શહેરની રાજકીય ઇન્ટર કોલેજ મેદાનમાં જનસભા સંબોધિત કરી રહ્યા છે.

કોંગ્રેસ બાકીની ચાર તબક્કાની ચૂંટણીમાં પુરી મહેનત કરી રહી છે

કોંગ્રેસ બાકીની ચાર તબક્કાની ચૂંટણીમાં પુરી મહેનત કરી રહી છે

ઉત્તરપ્રદેશની પહેલા ત્રણ તબક્કાની ચૂંટણીમાં 26 સીટો પર મતદાન થઇ ગયું છે. જે સીટો પર મતદાન થઇ ગયું છે તેમાં કોંગ્રેસનો વધારે પ્રભાવ નથી માનવામાં આવતો. બાકીના ચાર તબક્કામાં 56 સીટો પર મતદાન બાકી છે. તેનાથી કોંગ્રેસને ઘણી આશા છે, તેવી સ્થિતિમાં કોંગ્રેસ અહીં પુરી મહેનત કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X