For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી સેકન્ડ સુધી તૈયાર છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે પરંતુ રાહુલ ગાંધીએ ફરીથી એકવાર ગઠબંધન વિશે મોટી વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનના રસ્તા હજુ સુધી સંપૂર્ણપણે બંધ નથી થયા. જો કે બંને પક્ષોએ પોત પોતાના ઉમેદવારોના નામનું એલાન કરી દીધુ છે પરંતુ રાહુલ ગાંધીએ ફરીથી એકવાર ગઠબંધન વિશે મોટી વાત કહી છે. રાહુલે કહ્યુ કે તે છેલ્લી સેકન્ડ સુધી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે પરંતુ શરત એ છે કે અરવિંદ કેજરીવાલ પણ હરિયાણામાં પણ ગઠબંધનની શરત ના રાખે.

આ પણ વાંચોઃ સૌથી અમીર લોકસભા ઉમેદવાર બન્યા ગૌતમ ગંભીર, સંપત્તિ સાંભળીને ચોંકી જશોઆ પણ વાંચોઃ સૌથી અમીર લોકસભા ઉમેદવાર બન્યા ગૌતમ ગંભીર, સંપત્તિ સાંભળીને ચોંકી જશો

છેલ્લી સેકન્ડ સુધી કરી શકે છે ગઠબંધન

છેલ્લી સેકન્ડ સુધી કરી શકે છે ગઠબંધન

વળી, અરવિંદ કેજરીવાલે આના પર પલટવાર કરતા કહ્યુ કે કોંગ્રેસ માત્ર બતાવવાની કોશિશ કરી રહી છે કે તે ગઠબંધન કરવા ઈચ્છે છે જ્યારે રાહુલ ગાંધી ગઠબંધન માટે ગંભીર નથી. એક ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે છેલ્લી સેકન્ડ સુધી ગઠબંધન માટે તૈયાર છે, જ્યારે અરવિંદ કેજરીવાલ હરિયાણામાં ગઠબંધનની શરતને ખતમ કરી દેશે એટલે અમે તરત જ ગઠબંધન કરી લઈશુ.

કેજરીવાલે બદલી દીધી શરત

કેજરીવાલે બદલી દીધી શરત

રાહુલ ગાંધીએ કહ્યુ કે અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં 2-3ની ફોર્મ્યુલા આપી હતી. આ પહેલા અમારી પાર્ટી દિલ્લીમાં આ ફોર્મ્યુલા માટે તૈયાર નહોતી પરંતુ અમે દિલ્લીના નેતાઓને મનાવ્યા પરંતુ બાદમાં કેજરીવાલે ગઠબંધનની શરત બદલી દીધી અને આને હરિયાણામાં કરવાની વાત કહી.

રાહુલ પર કેજરીવાલનો પલટવાર

રાહુલ પર કેજરીવાલનો પલટવાર

રાહુલ ગાંધીના આ દાવા પર કેજરીવાલે પલટવાર કરતા કહ્યુ કે રાહુલ ગઠબંધન માટે ગંભીર નથી અને મોદી વિરોધી મત વહેંચવા ઈચ્છે છે. હાલમા જ જ્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ગઠબંધનની વાત કહી હતી તો અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે દુનિયામાં એવુ ક્યાં હોય છે કે ટ્વીટર પર ગઠબંધન થાય. જો તે ગઠબંધન ઈચ્છતા હતા તો તેમણે વાત કરવી જોઈતી હતી. કોંગ્રેસ ગઠબંધનનો માત્ર દેખાડો કરી રહી છે.

10 સીટો પર જીતશે ભાજપ

10 સીટો પર જીતશે ભાજપ

આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ભાજપ હરિયાણામાં બધી 10 સીટો પર જીત મેળવશે પરંતુ જો ગઠબંધન થશે તો ભાજપ કમસે કમ 8 સીટો પર હારશે. કેજરીવાલે કહ્યુ કે કોંગ્રેસ એ સ્થિતિમાં નથી કે તે દિલ્લીમાં ત્રણ સીટ માંગી શકે. આ જ કારણ છે કે એ ઈચ્છે કે અમે તેમને ત્રણ સીટ આપી દઈએ અને એ લોકો તેને ભાજપને ભેટ તરીકે આપી દે.

English summary
Rahul Gandhi says congress is ready for alliance till last second with AAP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X