For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 એપ્રિલ બાદ લૉકડાઉનમાં શરતી છૂટ મળી શકે છેઃ પીએમ મોદી

20 એપ્રિલ બાદ લૉકડાઉનમાં શરતી છૂટ મળી શકે છેઃ પીએમ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દેશભરમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશમાં લૉકડાઉન વધારીને 2 મે સુધી કરવાનું એલાન કરી દીધું છે. પીએમ મોદીએ રાષ્ટ્રના નામ પોતાના સંદેશમાં કહ્યું કે જેવું આપણે અત્યાર સુધી કરતા આવી રહ્યા છીએ 3 મે સુધી પણ આપણે તેવી જ રીતે લૉકડાઉનનું પાલન કરવાનું રહેશે. જો કે પીએમ મોદીએ કહ્યું કે કટલીક જરૂરી ચીજ વસ્તુઓની મંજૂરી આપવામાં આવી શકે છે, પરંતુ તેમણે કહ્યું કે આ મંજૂરી અમુક શરતો પર આપવામાં આવશે જે બહુ અઘરી હશે.

20 એપ્રિલ સુધી છૂટ મળી શકે

20 એપ્રિલ સુધી છૂટ મળી શકે

પીએમ મોદીએ કહ્યું કે બધા તરફથી લૉકડાઉન વધારવાની ભલામણ આવી. તેમણે કહ્યું કે બધાની ભલામણો અને જરૂરતને જોતા 3 મે સુધી લૉકડાઉન લંબાવવાનો ફેસલો લેવામાં આવ્યો છે. તેમણે લોકોને અનુશાસન સાથે ઘરમાં રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે 20 એપ્રિલ બાદ કેટલીક જગ્યાએ શરતી છૂટ મળી શકે છે, પરંતુ આ ઘણી અઘરી હશે. પીએમ મોદીએ કહ્યું કે જે ક્ષેત્રો આ અગ્નિપરીક્ષામાં સફળ થશે અને પોતાને ત્યાં હૉટસ્પૉટ નહિ થવા દે, સાથે જ જેના હૉટસ્પૉટમાં બદલવાની આશંકા પણ ઓી હશે ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિઓ માટે શરતી છૂટ આપવામાં આવી શકે છે.

કાલે ગાઈડલાઈન જાહેર થશે

કાલે ગાઈડલાઈન જાહેર થશે

પીએમ મોદીએ કહ્યું કે આગલા એક અઠવાડિયે કોરોના વિરુદ્ધ આપણી લડાઈ વધુ કઠોર થશે. સરકાર 20 એપ્રિલ સુધી બધા જ કસ્બા, દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક રાજ્ય પર નજર રાખશે અને તેમને પરખવામાં આવશે. ત્યાં લૉકડાઉનનું કેવું પાલન થઈ રહ્યું છે તે વાત પર ફોકસ રહેશે. આ વિસ્તારોએ કોરોનાથી ખુદને કેટલો બચાવ્યો છે તેના પર ધ્યાન રહેશે. જો તે ક્ષેત્રમાં એકપણ હૉટસ્પૉટ નહિ રહે કે બનવાની આશંકા પણ નહિ રહે તો ત્યાં લૉકડાઉનમાંથી શરતી છૂટ મળી શકે છે. જો કે આ છૂટ ઘણી કઠોર હશે. ઘરથી બહાર નીકળવું સહેલું નહિ હોય. કઠોર નિયમોનું પાલન કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે કાલે સરકાર તરફથી આ વિશે વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે.

આગલું 1 અઠવાડિયું અઘરું રહેશે

આગલું 1 અઠવાડિયું અઘરું રહેશે

પીએમ મોદીએ કહ્યું કે 20 એપ્રિલ સુધી બધા જ શહેરો, ગામડામાં કોરોના સંક્રમણની ઝીણવટપૂર્ણ દેખરેખ રાખવામાં આશે. પીએમ મોદીએ કહ્યું કે દરેક હૉટસ્પૉટ પર નજર રાખવામાં આવી રહી છે, આપણે ઘણી સતર્કતા દાખવવાની રહેશે. જે સ્થળો હૉટસ્પૉટમાં બદલાય તેવી આશંકા છે ત્યાં પણ આકરી નજર રાખવાની રહેશે. તેમણે કહ્યું કે જો એકપણ નવું હૉટસ્પૉટ બને છે અથવા એકપણ દર્દીનું મોત થાય છે તો આપણા પરિશ્રમ અને તપસ્યાને પડકાર આપશે.

પીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની મહત્વની વાતોપીએમ મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની મહત્વની વાતો

English summary
Conditional exemption may be allowed in lockdown after April 20: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X