લોકસભામાં ભાજપાને મળશે દસ બેઠકો, હારશે કોંગ્રેસ: કોંગી સાંસદ

વિજયવાડા, 8 ઓક્ટોબર: આ દિવસોમાં દેશભરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તરફેણમાં બની રહેલા માહોલનું સમર્થન કરતા કોંગ્રેસના એક વરિષ્ઠ સાંસદ રાવે જણાવ્યું છે કે જો ભાજપા આંધ્રપ્રદેશના વિભાજનને રોકવાનો સંકલ્પ લેશે તો પાર્ટી રાજ્યમાં 10 બેઠકો જીતવામાં સફળ રહેશે.

તેમનું કહેવું છે કે આજે દેશભરમાં યુવાનો મોદીને વડાપ્રધાન પદ પર જોવા માગે છે. રાવે આંધ્રના વિભાજનનો વિરોધ કરતા જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસના સભ્યપદથી રાજીનામું આપવા માંગે છે.

telangana
ત્રે ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં ભાજપાની પાસે ગુમાવવા જેવું કંઇ નથી. સીમાંધ્ર વિસ્તારમાં 13 જિલ્લા આવે છે. આ વિસ્તારમાં રાયલસીમા અને તટીય આંધ્ર વિસ્તાર આવે છે, જે કોંગ્રેસ વર્કિંગ કમેટી દ્વારા રાજ્યના વિભાજનનો પ્રસ્તાવ કરાયા બાદ જ આક્રોશમાં છે. રાવે એ પણ જણાવ્યું કે સંસદમાં ભાજપાએ અલગ તેલંગાણા રાજ્ય પર પોતાની સહમતિ ન્હોતી આપી.

સીમાંધ્રમાં લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકાર તેલુગુ ભાષી લોકોને 'ભાગલા પાડીને રાજ' કરવા માગે છે. આંધ્ર પ્રદેશથી તેલંગાણાને અલગ કરવાના મુદ્દા પર કેટલાંક લોકો તેના સમર્થનમાં છે તો કેટલાંક તેના વિરોધમાં રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X