For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ પછી કોંગ્રેસ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ, ભાજપ પર 16 ધારાસભ્યોના અપહરણનો આરોપ લગાવ્યો

મધ્યપ્રદેશમાં વધતા જતા રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગયા પછી હવે મધ્યપ્રદેશ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં ભાજપ પર કોંગ્રેસના 16 ધારાસભ્યોને બંધક બનાવવાન

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં વધતા જતા રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગયા પછી હવે મધ્યપ્રદેશ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં ભાજપ પર કોંગ્રેસના 16 ધારાસભ્યોને બંધક બનાવવાનો આરોપ છે. કોંગ્રેસના ચીફ વ્હીપ ગોવિંદસિંહે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે, કર્ણાટકમાં કોંગ્રેસના 15 ધારાસભ્યોને બળજબરીથી રાખવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યોની હાજરી વિના ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં.

MP

મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટની માંગ માટે ભાજપે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સ્પીકર, મુખ્ય પ્રધાન અને વિધાનસભાના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે. ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા તમામ પક્ષોને નોટિસ મોકલવામાં આવશે. બીજી તરફ, બળવાખોર ધારાસભ્યોએ પણ પક્ષકાર બનવા અરજી કરી છ.

આ પણ વાંચો: પોલીસની હપ્તાખોરીની પોલ ખોલતો વધુ એક વીડિયો વાયરલ, ખાતાકીય તપાસના આદેશ

English summary
Congress arrives after BJP, Supreme Court accuses BJP of abducting 16 MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X