For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયારે દેશ પુલવામાં હુમલાના શોકમાં હતો ત્યારે પીએમ શૂટિંગ કરી રહ્યા હતા: કોંગ્રેસ

કોંગ્રેસે પુલવામાં હુમલા અંગે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવોમાં આતંકી હુમલાના ચાર કલાક પછી નરેન્દ્ર મોદીએ પોતાના નારા લગાવ્યા.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે પુલવામાં હુમલા અંગે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પુલવોમાં આતંકી હુમલાના ચાર કલાક પછી નરેન્દ્ર મોદીએ પોતાના નારા લગાવ્યા. રણદીપ સુરજેવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી રાજધર્મ ભૂલીને રાજ બચાવી રહ્યા છે. રણદીપ સુરજેવાલે મોદી સરકારના મંત્રીઓ પર પણ પ્રહાર કર્યા અને કહ્યું કે શહીદોની અંતિમયાત્રા સમયે આ મંત્રીઓ સેલ્ફી લઇ રહ્યા હતા.

Randeep Surjewala

રણદીપ સુરજેવાલે પ્રહાર કરતા જણાવ્યું કે આખો દેશ પુલવામાં હુમલાના સદમામાં હતો ત્યારે પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા. દક્ષિણ કોરિયાના પ્રવાસ પર પણ કોગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે પીએમ મોદી સેર-સપાટા કરવા માટે સિયોલ ગયા છે. તેમને કહ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો પડશે કે 56 મહિનામાં 488 જવાનો કેમ શહીદ થયા.

આ પણ વાંચો: જાણો કેમ પુલવામામાં દેશ માટે જીવ ગુમાવનાર જવાનોને શહીદનો દરજ્જો મળી શકશે નહિ?

પુલવામાં હુમલા પર કોંગ્રેસે મોદી સરકારને ઘેરતા પૂછ્યું કે જેશ-એ-મોહમ્મદની ધમકીને કેમ નજરઅંદાઝ કરવામાં આવી. સુરજેવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુંબઈ હુમલા પછી નરેન્દ્ર મોદીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ પુલવામાં હુમલા પછી તેઓ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા.

English summary
congress attacks PM Modi, says, he was busy shooting for a film in Jim Corbett park after pulwama attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X