For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ પુલવામામાં દેશ માટે જીવ ગુમાવનાર જવાનોને શહીદનો દરજ્જો મળી શકશે નહિ?

પુલવામામાં ગુરુવારે આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનોનું નિધન થયું છે. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

પુલવામામાં ગુરુવારે આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનોનું નિધન થયું છે. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જવાનોએ ખતરનાક આત્મઘાતી હુમલામાં દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો હોવા છતાં પણ તેમને સેનાના જવાનો તરીકે શહીદનો દરજ્જો આપવામાં આવશે નહીં. તમને સાંભળી થોડું અજીબ જરૂર લાગશે, પરંતુ તે સાચું છે કે સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફ ઉપરાંત કેટલાક અન્ય અર્ધલશ્કરી જવાનોને ડ્યુટી પર જીવ ગુમાવ્યા પછી પણ શહીદનો દરજ્જો મળતો નથી. આખરે શું છે તેનું કારણ વાંચો આ રિપોર્ટ અને જાણો.

આ પણ વાંચો: 100 કલાકમાં સેનાએ લીધો 40 જવાનોની શહીદીનો બદલો, માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ ઠાર!

સરકાર વિચાર કરી રહી છે

સરકાર વિચાર કરી રહી છે

ગયા વર્ષે જુલાઈમાં એક કેશમાં સુનાવણી દરમિયાન, સરકારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે તે ડ્યુટી પર નિયુક્ત અર્ધલશ્કરી દળોના જવાનોના નિધન પર તેમને શહીદનો દરજ્જો આપવાની વિચારણા કરી રહી છે. સરકારે આ વાત એક જનહિત અરજીના જવાબમાં કહી હતી. આ અરજીમાં અર્ધલશ્કરી દળોના જવાનોને આર્મી, નેવી અને એરફોર્સના સૈનિકોની જેમ શહીદનો દરજ્જો આપવા માટેની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ અભિષેક ચૌધરી દ્વારા આ અરજી કરવામાં આવી હતી. તેમની અરજીમાં ચૌધરીએ કહ્યું હતું કે અર્ધલશ્કરી દળના કર્મચારીઓને આર્મી, નેવી અને એરફોર્સના કર્મચારીઓની જેમ શહીદ થવા પર સમાન સુવિધાઓ મળવી જોઈએ.

કેમ નથી મળતો શહીદનો દરજ્જો

કેમ નથી મળતો શહીદનો દરજ્જો

તેમની અરજીમાં ચૌધરીએ એવો દાવો કર્યો હતો કે છેલ્લા 53 વર્ષોમાં અર્ધલશ્કરી અને પોલીસના 31,895 જવાનોએ ડ્યુટી પર તેમનો જીવ ગુમાવ્યો છે. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અર્ધલશ્કરી અને સેન્ટ્રલ ફોર્સના જવાનોએ ઘણા ઓપરેશન્સમાં પોતાનો જીવ દેશ માટે ગુમાવ્યો છે. વર્ષ 2013 માં રાજ્યસભાના સાંસદ કિરણમય નંદાએ આ બાબતે સરકારને પૂછ્યું હતું કે શા માટે અર્ધલશ્કરી દળોના જવાનોને શહીદનો દરજ્જો આપવામાં આવતો નથી? શું તે સેના, હવાઈ દળ અથવા નૌકાદળ જેવી નથી, આવું શા માટે કરવામાં આવે છે? જેના જવાબમાં, જણાવ્યું હતું કે સરકાર કોઈપણ જવાન સાથે ભેદભાવ નથી કરતી.

સંરક્ષણ મંત્રાલયની પાસે વ્યાખ્યા નથી

સંરક્ષણ મંત્રાલયની પાસે વ્યાખ્યા નથી

જોકે એવું માનવામાં આવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયની પાસે 'શહીદ' શબ્દની કોઈ વ્યાખ્યા નથી. વર્ષ 2016 માં દિલ્હી હાઇકોર્ટને સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે 'શહીદ' શબ્દનો ઉપયોગ ત્રણેય સેનાઓ માટે કરવામાં આવતો નથી. વર્ષ 2015 માં ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રીજિજુએ પણ લોકસભામાં કહ્યું હતું કે શહીદ શબ્દની કોઈ વ્યાખ્યા નથી. સરકારની તરફેણમાં એવું કહેવામાં આવ્યું હતું કે સેના, નૌકાદળ અને હવાઇ દળમાં શહીદ શબ્દનો ઉપયોગ બૈટલ કૈજ્યુઆલિટી અને ફિજિકલ કૈજ્યુઆલિટી માટે થાય છે. શહીદ શબ્દનો ઉપયોગ ત્રણેય સેનામાં કરવામાં આવતો નથી.

શહીદ જેવો કોઈ શબ્દ નથી

શહીદ જેવો કોઈ શબ્દ નથી

કોર્ટ અનુસાર, 'શહીદ' જેવા કોઈ શબ્દ નથી અને ન તો સંરક્ષણ મંત્રાલય પાસે ડ્યુટી દરમિયાન જીવ ગુમાવનાર જવાનોને 'શહીદ' જાહેર કરવા માટેનો આદેશ અથવા સૂચના છે. આ દલીલ સાથે જનહિત અરજીને ખારીજ કરતા, કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર આ બાબતે કોઈ નિર્દેશ જારી કરે એ જરૂરી નથી. કોર્ટે કહ્યું હતું કે દેશ માટે પોતાનું જીવન ગુમાવનાર વ્યક્તિને દરેક યાદ કરે છે. આ ઓળખ તેમની માટે ગૌરવની બાબત છે અને તેનાથી વધુ કંઈ જરૂરી નથી.

English summary
Pulwama attack: Why CRPF jawans will not get martyr status died in a attack in Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X