For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 કલાકમાં સેનાએ લીધો 40 જવાનોની શહીદીનો બદલો, માસ્ટરમાઈન્ડ ગાઝી રાશિદ ઠાર!

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાનો બદલો 100 કલાકની અંદર સેનાએ લીધો છે.

|
Google Oneindia Gujarati News

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાનો બદલો 100 કલાકની અંદર સેનાએ લીધો છે. પુલવામાંના પિંગલાન વિસ્તારમાં રવિવારે મોડી રાતથી એનકાઉન્ટર ચાલી રહ્યુ છે. આ એનકાઉન્ટરમાં જૈશ એ મોહમ્મદના બે ટૉપ આતંકીઓના માર્યા જવાના સમાચાર આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એનકાઉન્ટરમાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના ષડયંત્રમાં શામેલ આતંકી ગાઝી અબ્દુલ રાશિદ અને વધુ એક ટૉપ આતંકી કામરનાને પણ ઠાર કરવામાં આવ્યો છે. ગાઝી એ જ આતંકી હતા જેણે સીઆરપીએફ કૉન્વૉય પર આત્મઘાતી હુમલામાં શામેલ આદિલ અહમદ ડારને ટ્રેનિંગ આપી હતી.

આઈઈડી એક્સપર્ટ છે ગાઝી

આઈઈડી એક્સપર્ટ છે ગાઝી

પુલવામાના અવંતિપોરામાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ડાર નહિ પરંતુ પાકિસ્તાનનો જૈશ આતંકી ગાઝી અબ્દુલ રાશિદ જ હતો. ગાઝીએ જ ડારને હુમલા માટે ટ્રેનિંગ આપી અને તેને આઈઈડી એક્સપર્ટ બનાવ્યો. સુરક્ષા એજન્સીઓની માનીએ તો ગાઝી એક આઈઈડી એક્સપર્ટ છે અને તેણે જ આ સમગ્ર હુમલાને અંજામ સુધી પહોંચાડ્યો હતો. ગાઝી રાશિદ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાની મધ્યમાં કાશ્મીરમાં દાખલ થયો હતો.

ભાણિયાની મોતનો બદલો લેવા આવ્યો કાશ્મીર

ભાણિયાની મોતનો બદલો લેવા આવ્યો કાશ્મીર

ગાઝીને જૈશના પ્રમુખ મૌલાના મસૂદ અઝહરે પોતાના બે ભાણિયાની મોતનો બદલો લેવા માટે મોકલ્યો હતો. મસૂદ મઝહરના ભાણિયા તલ્હા રાશિદ અને ઉસ્માન વર્ષ 2017 અને 2018માં એક એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા. બંનેને પુલવામામાં જ થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષા એજન્સીઓએ ઠાર માર્યા હતા. ત્યારબાદ ગાઝીએ પુલવામામાં જ અઝહરના ભાણિયાઓની મોતનો બદલો લેવાનો નિર્ણય કર્યો.

મસૂલ અઝહરની સૌથી નજીક

મસૂલ અઝહરની સૌથી નજીક

ઈન્ટેલીજન્સ સૂત્રોની માનીઓ તો ગાજી રાશિદ પુલવામાના રાત્નીપોરામાં ગામમાં 12 ફેબ્રુઆરીએ થયેલા એક એનકાઉન્ટરમાં બચી ગયો હતો. તે એનકાઉન્ટરમાં જૈશનો એક લોકલ આતંકી માર્યો ગયો હતો પરંતુ ત્રણ આતંકી ભાગી જવામાં સફળ થઈ ગયા હતા. સેનાના જવાન એચવી બલજીત પણ આ એનકાઉન્ટરમાં શહીદ થયા હતા. ગાજી, મસૂદ અઝહરનો સૌથી ખાસ હતો અને અઝહર તેના પર ઘણો ભરોસો કરે છે. વર્ષ 2008માં ગાજી જૈશનો હિસ્સો બન્યો હતો. 32 વર્ષના ગાજીને તાલિબાને અફઘાનિસ્તાનમાં ટ્રેનિંગ આપી હતી.

વજીસ્તાન પાછો ફર્યો ગાઝી

વજીસ્તાન પાછો ફર્યો ગાઝી

વર્ષ 2010માં ગાઝી પાકિસ્તાનના નૉર્થ વજીરિસ્તાન પાછો આવી ગયો અને અહીં પીઓકેમાં જૈશના રિક્રૂટર તરીકે કામ કરવા લાગ્યો. ગાજી રાશિદ ભારતમાં થતા જૈશના દરેક ઑપરેશન્સને કમાન્ડ કરી રહ્યો હતો અને માનવામાં આવી રહ્યુ છે કે તે હજુ સાઉથ કાશ્મીરમાં જ ક્યાંક છૂપાયો છે. જૈશે છેલ્લા ઘણા વર્ષોમાં સાઉથ કાશ્મીરમાં પોતાનો એક મજબૂત ગઢ તૈયાર કરી લીધો છે. અહીં લોકલ રિક્રૂટર્સ જૈશ માટે કામ કરે છે. સુરક્ષાબળ હાલમાં ગાજીનું નેટવર્ક ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન બાદ સિદ્ધુએ ભાજપને યાદ અપાવી 'મસૂદની મુક્તિ'આ પણ વાંચોઃ પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન બાદ સિદ્ધુએ ભાજપને યાદ અપાવી 'મસૂદની મુક્તિ'

English summary
Pulwama terror attack: mastermind Ghazi Rasheed Jaish terrorist killed in encounter, Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X