For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPને કોંગ્રેસ 4 સીટ આપી શકે, ગઠબંધનના દરવાજા હજુ ખુલા છેઃ રાહુલ ગાંધી

AAPને કોંગ્રેસ 4 સીટ આપી શકે, ગઠબંધનના દરવાજા હજુ ખુલા છેઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનને લઈ કેટલીય ચર્ચાઓ થઈ રહી હતી. હવે કોંગ્રેના અધ્યક્ષ રાહુલ ગાંધીએઆ મામલે પોતાનું મૌનવ્રત તોડી સોમવારે અરવિંદ કેજરીવાલ સમક્ષ ખુલ્લી રજૂઆત કરી છે. 7 લોકસભા સીટ વાળી દિલ્હી લોકસભા માટે 4 સીટની ઑફર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલનો વારો છે. ઉપરાંત રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલ પર યૂ-ટર્ન લેવાનો પણ આરોપ લગાવ્યો છે. જેના જવાબમાં કેજરીવાલે રાહુલ પર ભાજપને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.

rahul gandhi

અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે મોદી અને શાહને રોકવા માટે દરેક પ્રકારનું બલિદાન આપવા માટે તેઓ તૈયાર છે જેના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, ગઠબંધન માટે દરવાજા હજુ પણ ખુલા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, 'દિલ્હીમાં AAP વચ્ચે ગઠબંધનનો મતલબ છે ભાજપની જબરદસ્ત હાર. ભાજપની આ હાર સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને દિલ્હીમાં 4 સીટ આપવા માંગે છે. પરંતુ કેજરીવાલે ફરી યૂ-ટર્ન લઈ લીધો. અમારા દરવાજા હજુ પણ ખુલા છે, પરંતુ સમય વીતી રહ્યો છે.' ટ્વીટ સાથે જ રાહુલ ગાંધીએ અબ આપ કી બારી હેશટેગ પણ લગાવ્યું છે.

ભાજપને રોકવા માટે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. આમ આદમી પાર્ટી ગઠબંધન માટે કોંગ્રેસ પાસેથી પંજાબ અને હરિયાણામાં પણ કેટલીક સીટો માંગી રહી છે. એક સમયે તો બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન લગભગ નક્કી જ થઈ ગયું હતું, બસ ઘોષણા થવાની જ બાકી હતી. પરંતુ ગુંચવણ પેદા થઈ. રાહુલ ગાંધીના ટ્વીટથી પણ સ્પષ્ટ છે કે બંને દળોમાં સીટ શેરીંગ પર સંભવિત સહમતિ થઈ ગઈ હતી પરંતુ બાદમાં અરવિંદ કેજરીવાલે યૂ-ટર્ન લઈ લીધો હતો.

ખુદ પર યૂ-ટર્ન લેવાના રાહુલ ગાંધીના આરોપો પર અરવિંદ કેજરીવાલે પણ પલટવાર કર્યો છે. કેજરીવાલે તો કોંગ્રેસ પર યૂપી અને અન્ય રાજ્યોમાં ભાજપની મદદ કરવાનો પણ આરોપ લાગાવી દીધો. દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વીટ કરી કહ્યું કે ગઠબંધન માટે રાહુલની ઈચ્છા માત્ર એક દેખાડો જ છે. કેજરીવાલના ટ્વીટ બાદ કોંગ્રેસના દિલ્હી પ્રભારી પીસી ચાકોએ કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીની બહાર 18 સીટ પર ગઠબંધન ઈચ્છે છે. તેમણે કહ્યું કે પહેલાં દિલ્હી પર તો વાત થઈ જાય. ચાકોએ કહ્યું કે એક રાજ્યમાં ગઠબંધનના ફોર્મ્યુલાને બીજા રાજ્યમાં લાગુ ન કરી શકાય.

જણાવી દઈએ કે દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં 12મી મેના રોજ મતદાન થનાર છે. જેના માટે 16 એપ્રિલથી નામાંકન શરૂ થઈ જશે. 23 એપ્રિલ નામાંકનની આખરી તારીખ છે. AAP-કોંગ્ેરસના સંભવિત ગઠબંધનને કારણે ભાજપે પણ દિલ્હીમાં પોતાના ઉમેદવારોના નામનું એલાન કર્યું નથી.

આ પણ વાંચો- Video: સંજય રાઉતે ચૂંટણી કમિશનની ઉડાવી મજાક, બોલ્યાઃ ભાડમાં જાય કાયદો

English summary
congress can give 4 seats to AAP in delhi says rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X