Video: સંજય રાઉતે ચૂંટણી કમિશનની ઉડાવી મજાક, બોલ્યાઃ ભાડમાં જાય કાયદો
શિવેસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ચૂંટણી કમિશન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે.
શિવેસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ચૂંટણી કમિશન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. ચૂંટણી કમિશનની મજાક ઉડાવતા કહ્યુ કે મારા મનમાં હંમેશા આદર્શ આચાર સંહિતાનો ડર રહે છે, અમે કાયદો માનનારા લોકો નથી. સંજય રાઉતે આ નિવેદન રામ નવમીના પ્રસંગે મુંબઈના મીરા રોડ સ્થિત એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા આપ્યુ. તેમણે કહ્યુ કે અમારા મનમાં જે છે તે અમે બોલીશુ, આચાર સંહિતાને જોઈ લઈશુ.

ભાડમાં જાય કાયદો
શિવસેનાના પ્રવકતાએ કહ્યુ કે ચૂંટણીનો માહોલ છે અને આ ભાઈ વારંવાર યાદ અપાવે છે કે આચાર સંહિતા છે, આચાર સંહિતા છે, તો મારા મનમાં ડર હંમેશા રહે છે, આચાર સંહિતાનો, એક તો અમે કાયદો-વાયદો માનનારા લોકો નથી અને આ વારંવાર અમને યાદ અપાવી રહ્યા છે, આચાર સંહિતા, કાયદો, આચાર સંહિતા, કાયદો. અમે એવા લોકો છે ભાઈ ભાડમાં જાય કાયદો, આચાર સંહિતાને જોઈ લઈશુ. જે વાત અમારા મનમાં છે, દિલમાં છે, એ વાત અમે બહાર નહિ કાઢીએ તો બહુ ગભરામણે જેવુ થાય છે.

કાયદો અમારા માટે નથી
જેવી રીતે તમે જય શ્રીરામ, જય શ્રીરામ બોલ્યુ શું તેના માટે આચાર સંહિતાની જરૂર છે. એ તો પૂરા જોરશી બોલવુ જોઈએ, આ અવાજ તો પાકિસ્તાન સુધી જવી જોઈએ. ઠીક છે કાયદો છે, આચાર સંહિતા છે પરંતુ અમે કાયદા માટે નથી બન્યા, ના કાયદો અમારા માટે બન્યો છે, જ્યારે ઈચ્છીશુ ત્યારે કાયદાને જોઈ લઈશુ. અમે બધા લોકો અયોધ્યામાં હતા અને ઉત્તરપ્રદેશની જનતાએ જે રીતે ઉદ્ધવ સાહેબનો જે જોશ અને ગરમીથી સ્વાગત કર્યુ, હું માનુ છુ, ઉત્તર પ્રદેશ અને ભારતની જનતાનું દિલ અને દિમાગ એક થઈ ગયુ છે.
|
રામ મંદિર બનાવીશુ
રાઉતે કહ્યુ કે દેશની જનતા અને યુપીની જમતા બંનેએ મળીને સંકલ્પ કર્યો કે 2019માં રામ મંદિર અયોધ્યામાં બનશે અને બધા રામ ભક્તોને લઈને અયોધ્યા જવાનું છે. તમને ખબર છે કે ચૂંટણી છે, હું વધુ વાત નહિ કરુ, ચૂંટણીમાં હું શું કહીશ એ પણ તમને ખબર છે, આ આખો ગઢ હિંદુત્વવાલો ગઢ છે, જણાવવાની જરૂર નથી. રામજીના હાથમાં તીર કમાન છે, ધનુષ બાણ છે અને તમારા હાથમાં પણ રહેવુ જોઈએ, આ આપણો ધર્મ છે અને રહવો જોઈએ. તમે કહ્યુ કે ઉત્તર ભારતીય ભવન હોવુ જોઈએ, અહીં નહી થાય તો ક્યાં થશે. જો સરકાર નહિ બનાવે તો શિવસેના બનાવશે.












Click it and Unblock the Notifications
