સ્વામી આરોપોને સાબિત કરે અને કોર્ટમાં જાય: કોંગ્રેસ

સ્વામી અને ભાજપના પ્રહારો પર વળતા પ્રહાર કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે આખો દેશ જાણે છે કે કોંગ્રેસ અને નેશનલ હેરાલ્ડ વચ્ચે સંબંધ છે. રાહુલ ગાંધીએ તેમનો જવાબ આપી દિધો છે અને હવે સુબ્રમણ્ય સ્વામીએ તેનું નુકસાન વેઠવું પડશે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા બાદ સુબ્રમણ્યમ સ્વામીએ તિરસ્કાર કાયદાને સમજાવતાં તેમને આજે ટ્વિટ કર્યું હતું કે ' એક સાંસદ હોવાના નાતે હવે રાહુલ ગાંધીને સાબિત કરવું પડશે કે તેમના પર લગાવેલા આરોપો ખોટા છે.
સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપો લગાવ્યા છે કે યંગ ઇન્ડિયન કંપનીમાં માતા-પુત્રના 76 ટકા શેર છે અને કોંગ્રેસ પાર્ટીએ કંપનીને 90 કરોડની લોન આપી છે. સ્વામીના આરોપોના સંદર્ભે ભાજપ પર રાહુલ અને સોનિયા પર પ્રહાર કર્યા છે. રાજ્યસભામાં વિપક્ષ નેતા અરણ જેટલીએ આ મુદ્દે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી છે.












Click it and Unblock the Notifications
