For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

35 થી ઓછી ઉંમરના લોકોને ટેક્સમાં રાહત અંગે કોંગ્રેસનું ખંડન

કોંગ્રેસ પાર્ટી ઘ્વારા તે ખબરનું ખંડન કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટી વર્ષ 2019 લોકસભા ઈલેક્શન માં 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટેક્સમાં રાહત આપવા અંગે વિચાર કરી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પાર્ટી ઘ્વારા તે ખબરનું ખંડન કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્ટી વર્ષ 2019 લોકસભા ઈલેક્શન માં 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટેક્સમાં રાહત આપવા અંગે વિચાર કરી રહી છે. પાર્ટી નેતા રણદીપ સિંહ સુરજેવાલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવા કોઈ પણ પ્રસ્તાવ પર પાર્ટી હાલમાં વિચાર નથી કરી રહી. આ પહેલા એવી ખબર આવી હતી કે કોંગ્રેસ હાલમાં જ થયેલી એક બેઠકમાં યુવા અને મધ્યમ વર્ગને આકર્ષિત કરવા માટે 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ઈન્ક્મ ટેક્સમાં છૂટ આપવા અંગે વિચાર કરી રહી છે.

પાર્ટી નેતા રણદીપ સિંહ સુરજેવાલા ઘ્વારા ખંડન કરવામાં આવ્યું

પાર્ટી નેતા રણદીપ સિંહ સુરજેવાલા ઘ્વારા ખંડન કરવામાં આવ્યું

"ધ પ્રિન્ટ" માં છપાયેલી ખબર અનુસાર 2019 ઇલેક્શનમાં જોડાયેલી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓની 13 જુલાઇએ અગત્યની બેઠક થયી. આ બેઠકમાં 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટેક્સમાં રાહત આપવા અંગે વિચાર કરવામાં આવ્યો. પરંતુ તેને પાર્ટીના ચુનાવી ઘોષણાપત્રમાં શામિલ કરવાનું નક્કી નથી થયું.

ઈન્ક્મ અંગે કોંગ્રેસની બેઠકમાં ચર્ચાઓ

ઈન્ક્મ અંગે કોંગ્રેસની બેઠકમાં ચર્ચાઓ

"ધ પ્રિન્ટ" માં છપાયેલી ખબર અનુસાર 13 જુલાઇએ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓની એક બેઠક થયી જેમાં આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો. પરંતુ તેના પર કોઈ નક્કર નિર્ણય નથી લેવામાં આવ્યો. મળતી જાણકારી અનુસાર પરદા પાછળ રહીને પ્રિયંકા ગાંધી ઈલેક્શન રણનીતિ બનાવવામાં લાગી છે.

ઈન્ક્મમાં છૂટ આપવાના નિર્ણય પર વિચાર કરવાથી પાર્ટીનો ઇન્કાર

ઈન્ક્મમાં છૂટ આપવાના નિર્ણય પર વિચાર કરવાથી પાર્ટીનો ઇન્કાર

આ ખબર સામે આવ્યા પછી કોંગ્રેસ પાર્ટી ઘ્વારા તે ખબરનું ખંડન કરવામાં આવ્યું છે. પાર્ટી નેતા રણદીપ સિંહ સુરજેવાલા ઘ્વારા આ રિપોર્ટ ખોટો ગણાવવામાં આવ્યો છે.

English summary
Congress denies reports of contemplating abolishing income tax for people under 35 yrs of age
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X