For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના 'જી 23' નેતાઓએ સંયુક્ત નિવેદન કર્યુ જાહેર, પાર્ટીને આપી આ મોટી સલાહ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ એક વાર ફરીથી કોંગ્રેસના અસંતુષ્ટ પાર્ટી નેતાઓનુ 'જી 23' ગ્રુપ સક્રિય થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ એક વાર ફરીથી કોંગ્રેસના અસંતુષ્ટ પાર્ટી નેતાઓનુ 'જી 23' ગ્રુપ સક્રિય થઈ ગયુ છે. બુધવારે મોડી રાતે બધા નેતાઓની એક બેઠક ગુલામ નબી આઝાદના ઘરે થઈ. બેઠક બાદ કોંગ્રેસના 'જી 23' નેતાઓનુ એક સંયુક્ત નિવેદન જાહેર થયુ છે જેમાં દેશની સૌથી જૂની પાર્ટીને આગળ વધવા માટે પોતાના સૂચન આપ્યા છે.

congress

વાસ્તવમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના ઘરે 'જી 23' નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, ભૂપિંદર હુડ્ડા, અખિલેશ પ્રસાદ સિંહ, પૃથ્વીરાજ ચવ્હાણ, પીજે કુરિયન અને મણિશંકર એૈયર જેવા મોટા નેતા પહોંચ્યા હતા. બેઠક બાદ હવે બધા નેતાઓનુ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

પોતાના નિવેદનમાં નેતાઓએ કહ્યુ કે, 'ભાજપનો વિરોધ કરવા માટે કોંગ્રેસને મજબૂત કરવી જરુરી છે. અમે કોંગ્રેસ પાર્ટીને 2024 માટે એક વિશ્વસનીય વિકલ્પનો માર્ગ બનાવવા માટે એક બનાવવા અન્ય સમાન વિચારધારાવાળી તાકાતો સાથે વાતચીત શરુ કરવાની માંગ કરીએ છીએ.' 'જી 23' નેતાઓએ સમૂહની ભવિષ્યની રણનીતિ પર કામ કરવા અને પાંચ રાજ્યોમાં હાલમાં જ સંપન્ન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર ચર્ચા કરવા માટે બુધવારે વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના આવાસ પર રાતે ડિનર પર મુલાકાત કરી.

સોનિયાને મળી શકે છે ગુલામ નબી

સૂત્રોના જણાવ્યા અનુસાર 'જી 23'એ પહેલા કપિલ સિબ્બલના ઘરે ડિનરની યોજના બનાવી હતી પરંતુ અંતિમ સમયે તેને બદલી દેવામાં આવ્યુ. વળી, હવે પાંચ રાજ્યોમાં કોંગ્રસની ચૂંટણી હાર, નેતૃત્વ પર એક વિવાદ અને જવાબદેહી બાદ ગુલામનબી આઝાદના ગુરુવારે 10 જનપથ પર પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીને મળવાની સંભાવના છે.

બુધવારની બેઠકમાં શામેલ થનારા નેતાઓમાં સિબ્બલ, આનંદ શર્મા, ભૂપિંદર સિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચવ્હાણ, મનીષ તિવારી, શશિ થરુર, વિવેક તન્ખા, રાજ બબ્બર, અખિલેશ પ્રસાદ સિંહ અને સંદીપ દીક્ષિત શામેલ હતા. 'જી 23'ની સીમા આ વખતે કંઈક વધુ નેતાઓ તરીકે વધી ગઈ છે. પટિયાલાના સાંસદ પરનીત કૌર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐય્યર, રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ પીજે કુરિયન અને હરિયાણાના પૂર્વ અધ્યક્ષ કુલદીપ શર્મા પણ ડિનરમાં શામેલ થયા.

English summary
Congress G23 leaders joint statement after meeting at Ghulam Nabi Azad's house in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X