યુપીમાં સપા-કોંગ્રેસનું ગઠબંધન, રાહુલને મળી 105 સીટો

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનનો નિર્ણય આખરે લેવાઇ ગયો છે. લાંબા સમયથી આ બંન્ને પક્ષોના ગઠબંધનની વાતો વહેતી થઇ હતી, પરંતુ આ બંન્ને પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણીના મામલે ખેંચતાણ ચાલતી હતી, જેનો આખરે અંત આવ્યો છે. આ બંન્ને પાર્ટીઓ યુપીમાં સાથે મળી ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસને 105 સીટો આપવા તૈયાર થઇ છે.

akhilesh yadav rahul gandhi

આ પહેલાં સમાજવાદી પાર્ટીએ 191 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં 9 સીટો એવી હતી જ્યાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પહેલેથી જ હાજર છે. આ સીટો માટે સપાએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતાં બંન્ને પક્ષોના ગઠબંધનની વાત પર આશંકા ઊભી થઇ હતી. પરંતુ જે રીતે આ બંન્ને પક્ષોના શીર્ષ સ્તરના નેતાઓએ ટિકિટ વહેંચણી મામલે સંમતિ દર્શાવી છે, તેને જોતાં ગઠબંધનની વાત પાકી થઇ ગઇ છે.

સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, કોંગ્રેસ 125 સીટો માંગી રહી હતી, તો બીજી બાજુ સપા કોંગ્રેસને માત્ર 85 સીટો આપવા રાજી હતી. આખરે બંન્ને પાર્ટીઓના મુખ્ય ચહેરાઓ અખિલેશ યાદવ, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સાથે બેસી આ સમસ્યાનો ઉકેલ શોધ્યો છે. જો કે, હજુ સુધી રાષ્ટ્રીય લોકાદળના આ ગઠબંધનમાં શામેલ હોવાની પુષ્ટિ મળી નથી. હવે જોવાનું એ છે કે, આ બે મોટા પક્ષોના ગઠબંધન બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બસપા અને ભાજપ કયો દાવ રમે છે?

English summary
Congress gets 105 seats as alliance with SP is struck. Both parties senior leadership managed to come under one roof for the alliance terms.
Please Wait while comments are loading...