For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ એમનુ ધ્યાન રાખે જે પાર્ટી પ્રત્યે વફાદાર છે, સોનિયા ગાંધી પર પૂરો ભરોસોઃ રાજસ્થાનના મંત્રી મહેશ જોશી

રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય મંત્રી મહેશ જોશીએ સોમવારે(26 સપ્ટેમ્બર) વહેલી સવારે કહ્યુ કે...

|
Google Oneindia Gujarati News

જયપુરઃ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય મંત્રી મહેશ જોશીએ સોમવારે(26 સપ્ટેમ્બર) વહેલી સવારે કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે પાર્ટી એવા લોકોની સંભાળ રાખે જેઓ કોંગ્રેસને વફાદાર રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે દરેક ધારાસભ્યને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પર વિશ્વાસ છે કે તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. મંત્રી મહેશ જોશીએ કહ્યુ, 'દરેક ધારાસભ્યને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીમાં પૂરો વિશ્વાસ છે. અમે અમારી વાત કરી છે અને આશા રાખીએ છીએ કે જ્યારે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે ત્યારે અમારી માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે પાર્ટી એવા લોકોનુ ધ્યાન રાખે જેઓ કોંગ્રેસને વફાદાર રહ્યા છે.

Mahesh Joshi

90 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યુ

રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીના ઘરેથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમના ઘરે જવા રવાના થઈ ગયા છે. આ પહેલા રવિવારે સોનિયા ગાંધીએ નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રાજસ્થાનના ધારાસભ્યો સાથે સામ-સામે વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. બંને નિરીક્ષકો લગભગ 90 ધારાસભ્યોને મળવાની અપેક્ષા છે જેમણે સ્પીકરને તેમના રાજીનામા સુપરત કર્યા છે.

'અમે ધારાસભ્યો સાથે વાત કર્યા વિના દિલ્લી નહિ જઈએ'

અજય માકને કહ્યુ, 'અમે અત્યારે દિલ્લી નથી જઈ રહ્યા, અમને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો સાથે રૂબરૂ વાતચીત કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમે આજે રાત્રે તેમને મળીશુ.' કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યુ કે વસ્તુઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. વેણુગોપાલે કહ્યુ કે, 'ના તો મે સીએમ અશોક ગેહલોત સાથે વાત કરી અને ના તો તેમણે મને ફોન કર્યો, જલ્દી જ બધુ ઉકેલાઈ જશે.'

આ દરમિયાન રાજસ્થાનના અસંતુષ્ટ મંત્રીઓ પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને શાંતિ ધારીવાલે CM અશોક ગેહલોતના નિવાસસ્થાને AICC નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાજ્યના ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ હતુ કે તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામુ આપી રહ્યા છે કારણ કે નિર્ણય પહેલા તેમની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી.

English summary
Congress has to take care of party's loyal people says Rajasthan minister Mahesh Joshi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X