For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના નેતાઓના બેફાન નિવેદનોથી કોંગ્રેસ હાઈકમાન નારાજ, ચેતવણી આપી!

રાજસ્થાનમાં સર્જાઈ ગયેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ હાઈ કમાન કોંગ્રેસના નેતાઓથી નારાજ થયુ છે. આ નેતાઓને હાઈકમાને ચેતવણી આપી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર : રાજસ્થાનમાં સર્જાઈ ગયેલા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ હાઈ કમાન કોંગ્રેસના નેતાઓથી નારાજ થયુ છે. આ નેતાઓને હાઈકમાને ચેતવણી આપી છે. સુત્રે દ્વારા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓના બેફામ નિવેદનોથી કોંગ્રેસ હાઈકમાન નારાજ થયુ છે. સતત બેફામ નિવેદનોથી નારાજ કોંગ્રેસ સમિતિએ ધારાસભ્યોને લઈને એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ધારાસભ્યોને આવા નિવેદનોથી બચવા અને એડવાઈઝરીનો અમલ કરવા કહ્યું છે.

ashok gehlot

આ એડવાઈઝરી પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે જારી કરી છે. એડવાઈઝરી અનુસાર, અમે રાજસ્થાનના તમામ કોંગ્રેસના લોકોના પાર્ટીના આંતરિક મામલાઓ અને અન્ય નેતાઓ વિરુદ્ધ નિવેદનોને જોઈ રહ્યા છીએ. એવી સલાહ આપવામાં આવે છે કે કોઈપણ તબક્કે કોંગ્રેસના તમામ નેતાઓએ અન્ય નેતાઓ વિરુદ્ધ કે પાર્ટીની આંતરિક બાબતો વિશે જાહેર નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ.

એડવાઈઝરીમાં વધુમાં જણાવાયુ છે કે, જો કોઈ આ એડવાઈઝરીનું ઉલ્લંઘન કરશે તો પાર્ટી તેની સામે દંડાત્મક પગલાની ચેતવણી આપે છે. જણાવી દઈએ કે રવિવારે જયપુરમાં વિધાનસભ્ય દળની બેઠક પહેલા જોવા મળેલા વાતાવરણ બાદ પાર્ટીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધારાસભ્યોએ દિલ્હીથી બેઠક માટે આવેલા નિરીક્ષકોને મળવાની પણ ના પાડી દીધી હતી.

જે બાદ ગેહલોત સમર્થકો દ્વારા સચિન પાયલટ અને અજય માકનને લઈને અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા. ઘણા ધારાસભ્યો અને મંત્રીઓએ જાહેરમાં સચિન પાયલટને દેશદ્રોહી કહ્યા હતા. જે બાદ ઘણા ધારાસભ્યોએ અલકમાનના આદેશનું ઉલ્લંઘન પણ કર્યું હતું.

ગુરુવારે સાંજે દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયાને કહ્યું હતું કે- ફરી એકવાર ઓબ્ઝર્વર જયપુર જશે. ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી નિર્ણય લેવામાં આવશે કે ગેહલોત મુખ્યમંત્રી રહેશે કે નહીં. આજે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ સચિન પાયલટ પણ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. વેણુગોપાલ પણ ત્યાં હાજર હતા.

English summary
Congress high command angry with the unfaithful statements of the leaders of Rajasthan, warned!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X