• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માં માયાવતી-મમતાને પણ પીએમ ઉમેદવાર માનવા તૈયાર કોંગ્રેસ!

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણીમાં હવે થોડાક જ મહિનાનો સમય બચ્યો છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ આ વખતે સામાન્ય ચૂંટણીમાં પોતાના બધા વિકલ્પો ખુલ્લા રાખવા ઈચ્છે છે. પક્ષ તરફથી સ્પષ્ટ છે કે જો ભાજપને પૂર્ણ બહુમત ના મળે તો રાહુલ ગાંધી તેના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. પરંતુ આ સાથે કોંગ્રેસ અન્ય વિકલ્પ માટે પોતાના રસ્તા ખુલ્લા રાખવા ઈચ્છે છે. સૂત્રો અનુસાર પક્ષ દલિત નેતા માયાવતી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે સ્વીકારવા માટે તૈયાર છે.

ભાજપને સત્તાથી દૂર રાખવાનું લક્ષ્ય

ભાજપને સત્તાથી દૂર રાખવાનું લક્ષ્ય

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કોઈ પણ પરિસ્થિતિમાં આ વખતે ભારતીય જનતા પક્ષને સત્તાથી દૂર રાખવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે આવતા છ મહિનામાં વિપક્ષી એકતાને મજબૂત કરવામાં આવે. એટલા માટે બસપા સુપ્રિમો માયાવતી અને મમતા બેનર્જી મુખ્ય દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આવતા છ મહિનામાં કોંગ્રેસનું મુખ્ય લક્ષ્ય છે કે તે વિપક્ષી દળોને ભાજપ સામે એક કરે અને ભાજપને સત્તાથી દૂર રાખે. સૂત્રોની માનીએ તો કોંગ્રેસ કોઈ પણ પરિસ્થિતિમાં એ નથી ઈચ્છતી કે હવે પછીના પ્રધાનમંત્રી ભાજપ કે આરએસએસની વિચારધારાના હોય, એટલા માટે તે પોતાના બધા વિકલ્પ આ વખતે ખુલ્લા રાખવા ઈચ્છે છે.

રાજનાથ સિંહ અને પીએમ મોદીએ કર્યો હતો હુમલો

રાજનાથ સિંહ અને પીએમ મોદીએ કર્યો હતો હુમલો

એનડીટીવીના જણાવ્યા અનુસાર પક્ષના મોટા સૂત્રએ કહ્યુ છે કે કોંગ્રેસ માયાવતી અને મમતા બેનર્જીને પીએમ ઉમેદવાર બનાવવા માટે તૈયાર છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે ગયા સપ્તાહે કોંગ્રેસ પર સતત હુમલો કરતા કહ્યુ હતુ કે પક્ષે કેવી રીતે પોતાના સાથી પક્ષોને દગો કર્યો છે. તેમણે કહ્યુ હતુ કે જ્યારે તેમના નેતાની પસંદગીની વાત સામે આવશે ત્યારે આ ગઠબંધન વિખેરાઈ જશે.

યુપી-બિહાર છે મહત્વના

યુપી-બિહાર છે મહત્વના

કોંગ્રેસનું માનવુ છે કે વિપક્ષ બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભાજપમાં મોટો પડકાર આપી શકે છે પરંતુ આ બંને રાજ્યોમાં વિપક્ષને એક થવાની જરૂર છે, અહીં કુલ 543 લોકસભા સીટોમાંથી 120 સીટો છે, આ દ્રષ્ટિકોણથી બંને રાજ્યો ઘણા મહત્વના છે. જો ગઠબંધન અહીં સારુ પ્રદર્શન કરે તો કોંગ્રેસને લાગે છે કે ભાજપ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બની રહેશે.

દાનિશ અલીએ માયાવતીને કર્યુ હતુ સમર્થન

દાનિશ અલીએ માયાવતીને કર્યુ હતુ સમર્થન

માયાવતી અને મમતા બેનર્જીએ પોતાને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરાવા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ બંનેએ આ પ્રસ્તાવને ફગાવ્યો પણ નથી કે જે એક અલગ રાજકીય સંકેત આપવા માટે પૂરતા છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે કર્ણાટક ચૂંટણી બાદ જેડીએસ નેતા દાનિશ અલીએ કહ્યુ હતુ કે માયાવતી 2019 ની ચૂંટણીમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવશે, માયાવતી માટે આ એક બહુ મોટો સંકેત હતો.

સોનિયા ગાંધી નિભાવશે મહત્વની ભૂમિકા

સોનિયા ગાંધી નિભાવશે મહત્વની ભૂમિકા

જો કે હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથે ગઠબંધન કરવા પર વાત નથી કરી રહ્યા પરંતુ મધ્યપ્રદેશ અને છત્તીસકગઢમાં તે માયાવતી સાથે ગઠબંધનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તે ઈચ્છે છે કે રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં પણ તે બસપા સાથે ગઠબંધન કરે. જો કે રાજસ્થાન કોંગ્રેસે પ્રદેશમાં બસપા સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન કરવાનો ઈનકાર કર્યો છે પરંતુ પ્રદેશમાં બસપા સાથે ગઠબંધન પર અંતિમ નિર્ણય પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી લેશે. રવિવારે કોંગ્રેસની વર્કિંગ કમિટિએ રાહુલ્ ગાંધીને આનો સંપૂર્ણ અધિકાર આપી દીધો છે કે લોકસભા ચૂંટણીમાં પક્ષની સંભાવનાઓ વધારવા માટે જે પક્ષ સાથે ઈચ્છે તેની સાથે ગઠબંધન કરી શકે છે. સૂત્રોની માનીએ તો સોનિયા ગાંધી એ નથી ઈચ્છતા કે પક્ષ જ્યાં સત્તામાં છે ત્યાં તે કોઈ નિર્ણય લે પરંતુ તે ગઠબંધનને મજબૂત કરવા માટે કામ કરવા ઈચ્છે છે.

English summary
Congress is open for other parties leader for PM post in 2019 poll. Party wants BJP to keep out of power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X