For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tripura Jan Vishwas Yatra : કોંગ્રેસ દેશમાંથી અને સામ્યવાદી દુનિયામાંથી સમાપ્ત થઇ ગઇ છે : અમિત શાહ

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોમ્યુનિસ્ટ સરકાર ત્રિપુરાના કર્મચારીઓને 5 મા પગારપંચમાં રોકીને બેઠી હતી. બિપ્લવ ભાઇએ તેમને 7મા પગારપંચ આપ્યું હતું. કોંગ્રેસ દેશમાંથી સમાપ્ત થઇ ગઇ છે.

|
Google Oneindia Gujarati News

Tripura Jan Vishwas Yatra : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારના રોજ ત્રિપુરાના ધર્મનગરમાં એક જાહેર સંબોધન કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે વિરોધી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કોમ્યુનિસ્ટ સરકાર ત્રિપુરાના કર્મચારીઓને 5 મા પગારપંચમાં રોકીને બેઠી હતી. બિપ્લવ ભાઇએ તેમને 7મા પગારપંચ આપ્યું હતું. કોંગ્રેસ દેશમાંથી સમાપ્ત થઇ ગઇ છે. જ્યારે કમ્યુનિસ્ટ સમગ્ર દુનિયામાંથી સમાપ્ત થઇ ગઇ છે.

સામ્યવાદીઓની સરકારમાં ઉકેલાતી ન હતી સમસ્યાઓ

સામ્યવાદીઓની સરકારમાં ઉકેલાતી ન હતી સમસ્યાઓ

કેન્દ્રીય ગૃહ અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018ની ચૂંટણી ત્રિપુરાને સામ્યવાદીઓના કુશાસનમાંથી મુક્ત કરવાની ચૂંટણી હતી.

સામ્યવાદીઓએ અહીં લગભગ 3 દાયકા સુધી શાસન કર્યું, પરંતુ ત્રિપુરાની સમસ્યાઓનું નિરાકરણ થયું ન હતું. તમારો પ્રેમ સૂચવે છે કે,આગામી સરકાર ભાજપની જ બનવાની છે. સામ્યવાદીઓએ અહીં લગભગ 3 દાયકા સુધી શાસન કર્યું, પરંતુ ત્રિપુરાની સમસ્યાઓનુંસમાધાન કર્યું ન હતું.

કેન્દ્રીય ગૃહ અમિત શાહે જણાવ્યું હતું કે, એવું ત્રિપુરા બનવું પડશે, જ્યાં દરેક યુવકને પોતાના રાજ્યમાં કામ મળે, દરેક મહિલાને સુરક્ષામળે, દરેક આદિવાસી સમુદાયના લોકોને તેમના અધિકારો મળે. આપણે આવું અદ્યતન, શ્રેષ્ઠ અને સમૃદ્ધ ત્રિપુરા બનાવવું છે.

અંધકારનેબદલે શક્તિ આપી છે, વિનાશને બદલે વિકાસ આપ્યો છે, વિવાદને બદલે વિશ્વાસ આપ્યો છે. બેડ ગવર્નન્સની જગ્યાએ ગુડ ગવર્નન્સઆપવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ દુવિધાને બદલે સુવિધા આપવાનું કામ કર્યું છે.

અમિત શાહ જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડી આપશે

અમિત શાહ જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડી આપશે

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ ગુરુવારની બપોરે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચ્યા હતા. અમિત શાહ બુધવારની સાંજે અહીંપહોંચવાના હતા, પરંતુ ગાઢ ધુમ્મસના કારણે પ્લેનને ગુવાહાટીમાં લેન્ડ કરાવવું પડ્યું હતું. અમિત શાહ જન વિશ્વાસ યાત્રાને લીલી ઝંડીઆપશે.

50 હજારથી વધુ કાર્યકર્તાઓ થશે શામેલ

50 હજારથી વધુ કાર્યકર્તાઓ થશે શામેલ

જન વિશ્વાસ યાત્રા ઉત્તર ત્રિપુરાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરાના સબરૂમથી એક સાથે શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને સ્થળોએપ્રથમ દિવસે 50 હજારથી વધુ ભાજપના કાર્યકરો ભાગ લેશે.

આ જન વિશ્વાસ યાત્રા તમામ મતવિસ્તારોમાં જઈને કાર્યકર્તાઓ સુધી પહોંચશેઅને 2018માં સરકારની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો વિશે જણાવશે.

આ યાત્રાને આ વર્ષેયોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની યોજના તરીકે જોવામાં આવી રહી છે. 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ યાત્રામાં બીજેપીઅધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે.

English summary
Congress is over from the country and from the communist world said Amit Shah in Tripura Jan Vishwas Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X