For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનુ નિધન, રાજીવ ગાંધીની હતા નજીક

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન સતીષ શર્માનુ બુધવારે (16 ફેબ્રુઆરી) રાતે ગોવામાં નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

Congress Leader Satish Sharma dies at 73: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન સતીષ શર્માનુ બુધવારે (16 ફેબ્રુઆરી) રાતે ગોવામાં નિધન થઈ ગયુ. સતીશ શર્મા 73 વર્ષના હતા. 73 વર્ષીય કેપ્ટન સતીશ શર્મા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ખૂબ જ નજીક ગણાતા હતા. સતીશ શર્મા લાંબા સમયથી રાયબરેલી અને અમેઠીથી સાંસદ રહી ચૂક્યા હતા. કેપ્ટન સતીશ શર્મા કેન્દ્ર સરકારમાં પેટ્રોલિયમ મંત્રી રહી ચૂક્યા હતા. જિતિન પ્રસાદ, રણદીપ સિંહ સુરજેવાલા અને અલ્કા લાંબા સહિત ઘણા કોંગ્રેસ નેતાએ સતીશ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કેપ્ટન સતીશ શર્માના પરિવાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે સતીશ શર્માનુ નિધન બુધવારે રાતે 8 વાગે થયુ. સતીશ શર્માનુ અંતિમ સંસ્કાર શુક્રવારે દિલ્લીમાં કરવામાં આવશે. પરિવારે જણાવ્યુ કે તેમનો પાર્થિવ દેહ ગોવાથી દિલ્લી લાવવામાં આવી રહ્યો છે.

Satish Sharma

જાણો સતીશ શર્મા વિશે

- સતીશ શર્માનો જન્મ 11 ઓક્ટોબર, 1947ના રોજ તેલંગાનાના સિકંદરાબાદમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ દહેરાદૂનથી કર્યો હતો. સતીશ શર્મા વ્યવસાયે એક પાયલટ હતા.

- તેમણે 1991માં પહેલી વાર અમેઠી લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટથી ચૂંટણી લડી અને જીતીને સાંસદ બન્યા. સતીશ શર્મા જાન્યુઆરી 1993થી ડિસેમ્બર 1996 સુધી કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રીના પદ પણ રહ્યા.

જાણો કોણે શું કહ્યુ

- કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદે ટ્વિટ કરીને કહ્યુ, 'કેપ્ટન સતીશ શર્માના નિધન વિશે સાંભળીને અતિ દુઃખી છુ. પોતાના યુવા સહયોગીઓ પ્રત્યે તેમનુ વલણ હંમેશા પ્રોત્સાહિત કરનારુ રહેતુ. અમને તેમનુ ઉણપ હંમેશા વર્તાશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

- દિલ્લી કોંગ્રેસના નેતા અલ્કા લાંબાએ કહ્યુ, 'કેપ્ટન સતીશ શર્મા વિશે જાણીને દુઃખી છુ.' અલ્કા લાંબાએ પોતાની છેલ્લી મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે.

- કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યુ, 'કેપ્ટન સતીષ શર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધન પર ઉંડુ દુઃખ થયુ. કેપ્ટન શર્માએ હંમેશા સમર્પણ અને નિષ્ઠાને મહત્વ આપ્યુ. પરિવાર અને દોસ્તો પ્રત્યે મારી સંવેદના છે.'

કૃષિ કાયદા સામે દેશભરમાં ખેડૂતોનુ આજે રેલ રોકો આંદોલનકૃષિ કાયદા સામે દેશભરમાં ખેડૂતોનુ આજે રેલ રોકો આંદોલન

English summary
Congress leader and former union minister Satish Sharma dies at 73.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X