For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને શરતી જામીન મળ્યા

કર્ણાટક કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ડીકે શિવકુમારને દિલ્હી હાઈકોર્ટ તરફથી શરતી જામીન આપવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ડીકે શિવકુમારને દિલ્હી હાઈકોર્ટ તરફથી શરતી જામીન આપવામાં આવ્યા છે. ડીકે શિવકુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના મુશ્કેલી નિવારણ કહેવાતા ડીકે શિવકુમાર હવાલા દ્વારા ટ્રાન્ઝેક્શન અને કરચોરીના મામલે જેલમાં હતા.

DK Shivkumar

તેમને 25 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવાની વાત કહેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર બનાવવાનું શ્રેય તેમને આપવામાં આવે છે. જે આ વર્ષે જુલાઈમાં તૂટી હતી.

57 વર્ષના ડીકે શિવકુમાર પર મની લોન્ડ્રિંગ કાનૂન અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ડીકે શિવકુમાર પર આવકવેરા વિભાગે ટેક્સ ચોરી અને કથિત કરોડોના હવાલાની લેણદેણનો આરોપ લગાવ્યો છે. આવકવેરા વિભાગે 2017માં ડીકે શિવકુમારના નવી દિલ્હીના ઠેકાણા પર 8.83 કરોડ રૂપિયા જપ્ત કર્યા હોવાનો દાવો કર્યો હતો. જે બાદ પાછલા વર્ષે ઇડીએ શિવકુમાર વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમની ધરપકડ થઈ છે.

કર્ણાટકના ડીકે શિવકુમાર કોંગ્રેસના એક મોટા નેતા છે અને અનેક સમયે તેઓ પોતાની પાર્ટી માટે સંકટમોચક સાબિત થયા છે. કર્ણાટકમાં ગયા વર્ષે બનેલી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવી રાખવામાં ડી કે શિવકુમારનો રોલ સૌથી મોટો હતો. ઘણી વાર એવો સમય આવ્યો કે જ્યારે કર્ણાટકના કુમાર સ્વામી સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતા. એવા સમયે શિવકુમારે પોતાની પાર્ટીના ધારાસભ્યોને એકઠા કરી સરકાર પડવાથી બચાવ્યા હતા. જ્યારે કુમારસ્વામીની સરકાર પડી ત્યારે તે સમયે સરકારને બચાવવા માટે તેમની પાર્ટીએ ધારાસભ્યોને મનાવવા મુંબઈ પહોચી ગયા હતા. જો કે કોંગ્રેસ અને જેડીએસની સરકાર વિશ્વાસમતના અભાવે પડી ગઈ.

આ પણ વાંચો: ડીકે શિવકુમારની દિકરી એશ્વર્યા આટલા કરોડની છે માલિક

English summary
Congress leader DK Shivkumar gets conditional bail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X