Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડીકે શિવકુમારની દિકરી એશ્વર્યા આટલા કરોડની છે માલિક

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડી કે શિવકુમાર પર મની લોન્ડ્રીંગ મામલે ઈડી દ્વારા શિકંજો કસાતો જઈ રહ્યો છે. ડીકે શિવકુમાર હાલ ઈડીના રિમાન્ડમાં છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડી કે શિવકુમાર પર મની લોન્ડ્રીંગ મામલે ઈડી દ્વારા શિકંજો કસાતો જઈ રહ્યો છે. ડીકે શિવકુમાર હાલ ઈડીના રિમાન્ડમાં છે. તેમની સતત પૂછપરછ કરાઈ રહી છે. ગુરુવારે ઈડીએ આ મામલે ડી કે શિવકુમારની દિકરી એશ્વર્યાની લગભગ સાત કલાક સુધી પુછપરછ કરી. ઈડીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એશ્વર્યાનું નિવેદન મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ લેવાયુ છે. અધિકારીઓનું માનવું છે કે ડી કે શિવકુમારે પોતાની દિકરી એશ્વર્યાના નામે કરોડોની સંપતિ ખરીદી છે. આવો જાણીએ ડી કે શિવકુમારની દિકરી એશ્વર્યા કુલ કેટલી સંપતિની છે માલિક.

એશ્વર્યાની કુલ સંપતિ

એશ્વર્યાની કુલ સંપતિ

કર્ણાટકના રાજકારણમાં એક મોટી ઓળખ ધરાવનારા પૂર્વ મંત્રી ડી કે શિવકુમારે 2018ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચને જે માહિતી આપી તે અનુસાર તેમની સંપતિ આશરે 600 કરોડની છે. સાથે જ તેમણે પોતાની દિકરીની સંપતિ 108 કરોડ રુપિયા જાહેર કરી છે. 22 વર્ષીય એશ્વર્યા મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકી છે. આ પહેલા વર્ષ 2013માં શપથ પત્રમાં તેમણે પોતાની દિકરીની સંપતિ માત્ર 1 કરોડ રૂપિયા બતાઈ હતી. એટલે કે પાંચ વર્ષની અંદર એશ્વર્યાની સંપતિ વધીને 108 કરોડ રૂપિયા થઈ ગઈ.

5 વર્ષમાં 100 કરોડનો થયો વધારો

5 વર્ષમાં 100 કરોડનો થયો વધારો

એશ્વર્યા પોતાના પિતા ડી કે શિવકુમારના બનાવેલા એક એજ્યુકેશનલ ટ્રસ્ટની પણ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ હેઠળ અનેક ઈન્જીનિયરિંગ અને બીજી કૉલેજોનું સંચાલન કરાય છે. 2017માં સિંગાપુરમાં થયેલ કૉફી ડે અને સોલ સ્પેસ વચ્ચેની ડીલમાં એશ્વર્યા શામેલ હતી. ઈડીની ટીમ તેમના પર થયેલ કરોડો રૂપિયાના રોકાણ મામલે તેમની પુછપરછ કરી રહી છે. ઉપરાંત ઈડી એ પણ જાણવા ઈચ્છે છે કે માત્ર 5 વર્ષની અંદર તેમની સંપતિ 1 કરોડથી વધીને 100 કરોડને પાર કઈ રીતે થઈ ગઈ.

છાપામારીમાં મળેલ દસ્તાવેજોને આધારે પૂછપરછ

છાપામારીમાં મળેલ દસ્તાવેજોને આધારે પૂછપરછ

તમને જણાવી દઈએ કે બુધવારે ઈડીએ ડી કે શિવકુમારની દિકરી એશ્વર્યાની પૂછપરછ માટે બોલાવવા માટે નોટિસ પાઠવ્યુ હતુ. નોટિસમાં જણાવ્યુ છે કે ડી કે શિવકુમારને ત્યાં છાપામારીમાં કેટલાક એવા દસ્તાવેજો છે જેને આધારે ઈડી એશ્વર્યાની પૂછપરછ કરવા ઈચ્છે છે. ત્યાં જ મની લોન્ડ્રીંગ કેસમાં ઈડી ડી કે શિવકુમારને 3 સપ્ટેમ્બરથી જ અરેસ્ટ કરી ચૂકી છે. ગુરુવારે ડી કે શિવકુમારની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્યારબાદથી જ તેમને દિલ્હીના રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

શિવકુમારે કરી છે ટેક્સની ચોરી

શિવકુમારે કરી છે ટેક્સની ચોરી

ઈડીએ ડીકે શિવકુમાર વિરુદ્ધ ગયા વર્ષે મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે. આ મામલે ઈડીએ શિવકુમાર અને અન્ય વિરુદ્ધ 60 ઠેકાણે છાપેમારી કરી હતી અને આ દરમિયાન આશરે 300 કરોડની અઘોષિત સંપતિ સામે આવી છે. ત્યાર બાદથી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ, જેમાં આરોપ લગાવાયો હતો કે શિવકુમારે ટેક્સની ચોરી કરી છે. ડી કે શિવકુમાર પર આરોપ છે કે તેમણે હવાલા દ્વારા કરોડો રૂપિયાની લેવડ-દેવડ કરી છે. જો કે શિવકુમાર આ તમામ આરોપોને નકારી પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે.

કોંગ્રેસના સંકટમોચક છે ડીકે

કોંગ્રેસના સંકટમોચક છે ડીકે

કર્ણાટકના ડીકે શિવકુમાર કોંગ્રેસના એક મોટા નેતા છે અને અનેક સમયે તેઓ પોતાની પાર્ટી માટે સંકટમોચક સાબિત થયા છે. કર્ણાટકમાં ગયા વર્ષે બનેલી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવી રાખવામાં ડી કે શિવકુમારનો રોલ સૌથી મોટો હતો. ઘણી વાર એવો સમય આવ્યો કે જ્યારે કર્ણાટકના કુમાર સ્વામી સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતા. એવા સમયે શિવકુમારે પોતાની પાર્ટીના ધારાસભ્યોને એકઠા કરી સરકાર પડવાથી બચાવ્યા હતા. જ્યારે કુમારસ્વામીની સરકાર પડી ત્યારે તે સમયે સરકારને બચાવવા માટે તેમની પાર્ટીએ ધારાસભ્યોને મનાવવા મુંબઈ પહોચી ગયા હતા. જો કે કોંગ્રેસ અને જેડીએસની સરકાર વિશ્વાસમતના અભાવે પડી ગઈ.

આ પણ વાંચો: Video: જ્યારે કોંગ્રેસના પ્રવક્તાએ સંબિત પાત્રાને પૂછ્યું, 'ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય?'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X