For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, પ્રિયંકા ગાંધીને મળવા પહોંચ્યા નવજોત સિંહ સિદ્ધુ

બુધવારે સવારે પ્રિયંકા વાડ્રાએ નવજોત સિદ્ધુ સાથે મુલાકાત કરીને તેમની વાત સાંભળી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પંજાબમાં 7-8 મહિના પછી વિધાનસભાની ચૂંટણી થવાની છે પરંતુ કોંગ્રેસની અંદર જૂથવાદ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. સાથે જ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ સતત મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. પાર્ટી હાઈકમાન્ડ સુધી પોતાની વાત કહેવા માટે તે મંગળવારે દિલ્લી પહોંચ્યા પરંતુ રાહુલ ગાંધીએ તેમની સાથે મુલાકાત કરવાનો ઈનકાર કરી દીધો. જો કે બુધવારે સવારે પ્રિયંકા વાડ્રાએ તેમની સાથે મુલાકાત કરીને તેમની વાત સાંભળી.

congress

સિદ્ધુએ બુધવારે સવારે પોતાના ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો જેની સાથે તેમણે લખ્યુ કે પ્રિયંકા ગાંધીજી સાથે એક લાંબી બેઠક થઈ. વળી, તેમના ગયા બાદ પ્રિયંકા ગાંધી રાહુલના ઘરે પહોંચ્યા અને તેમની સાથે મુલાકાત કરી. પછી તે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બેઠક બાદ સિદ્ધુ થોડા શાંત થઈ શકે છે કારણકે હાઈકમાન્ડ ચૂંટણીના કારણે કોઈ નવો હોબાળો નથી ઈચ્છતા.

રાહુલ ગાંધીએ ખુદ કર્યો ઈનકાર

વાસ્તવમાં સિદ્ધુ મંગળવારે રાહુલ ગાંધીને મળવા માટે ખાસ પટિયાલાથી નવી દિલ્લી આવ્યા હતા. તેમના લાગી રહ્યુ હતુ કે પાર્ટી હાઈકમાન્ડ સીએમ અમરિન્દર સામે તેમની ફરિયાદ સાંભળશે પરંતુ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યુ. બુધવારે સાંજે રાહુલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીની મુલાકાત કરવા 10 જનપથ પહોંચ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે તેમની અને સિદ્ધુની કોઈ મુલાકાત નક્કી નથી.

સિદ્ધુને કોઈ મોટુ પદ આપવા નથી માંગતા કેપ્ટન

2019માં સિદ્ધુએ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામુ આપ્યુ હતુ. ત્યારબાદથી તે કેપ્ટન અમરિંદર સિંહ સામે મોરચો ખોલ્યો છે. હાલમાં જ જ્યારે પાર્ટી નવા પ્રદેશ અધ્યક્ષ શોધી રહ્યા હતા ત્યારે સિદ્ધુએ તેના પર દાવો કર્યો પરંતુ કેપ્ટને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધુ. સાથે જ તે સિદ્ધુને કોઈ મહત્વપૂર્ણ પદ આપવાના મૂડમાં નથી. રાહુલ ગાંધીએ 25 જૂને પંજાબના મંત્રી બ્રહ્મ મોહિન્દ્ર, વિજય ઈંદર સિંગલા, બલબીર સિંહ સિદ્ધુ અને રાજ્યસભા સભ્ય શમશેર સિંહ દુલ્લો, ધારાસભ્ય લખવીર સિંહ લક્ખા સાથે મુલાકાત કરી હતી પરંતુ હજુ સુધી તેમણે સિદ્ધુ સાથે મુલાકાતનુ કોઈ મન બનાવ્યુ નથી.

English summary
Congress leader Navjot Singh Sidhu meet Priyanka Gandhi in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X