Article 370 હટ્યા બાદ કોંગ્રેસી નેતાએ વૉટ્સએપમાં અશ્લિલ વીડિયો શેર કર્યો, થઈ ધરપકડ
Article 370 હટ્યા બાદ કોંગ્રેસી નેતાએ વૉટ્સએપમાં અશ્લિલ વીડિયો શેર કર્યો, થઈ ધરપકડ
બિલાસપુરઃ છત્તીસગઢમાં બિલાસપુરથી એક કોંગ્રેસી નેતાને વૉટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા પવન દુબે વિરુદ્ધ તેમની પાર્ટીની સ્થાનિય મહિલા નેતાઓએ ફરિયાદ કરી હતી, જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. બિલાસપુરના જિલ્લા સંયુક્ત સચિવ પવન દુબે પર આઈટી એક્ટની કલમ અંતર્ગત કેસ નોંધવમાં આવ્યો છે.

પવન દુબેએ અશ્લિલ વીડિયો શેર કર્યો હતો
આરોપ છે કે વૉટ્સએપ ગ્રુપના સભ્ય પવન દુબેએ 6 ઓગસ્ટે કથિત રીતે એક અશ્લિલ વીડિયો શેર કર્યો હતો, જે બાદ મહિલા સભ્યોએ તેના પર વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે 7 ઓગસ્ટે મહિલા નેતાઓએ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ગુરુવારે પવન દુબેની ધરપકડ કરી લેવામાં આવી. આઈપીસીની કલમ 292 અને આઈટી એક્ટ અંતર્ગત કોંગ્રેસ નેતા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.
|
ફરિયાદ બાદ પોલીસે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી
આ મામલામાં એએસઆઈ ડીઆર ઠાકુરે જણાવ્યું કે પવન દુબેએ એક વૉટ્સએપ ગ્રુપમાં એક અશ્લિલ વીડિયો શેર કર્યો હતો અને સબૂતના આધારે તેની વિરુદ્ધ આઈપીસી અને આઈટી અધિનિયમની સંબંધિત કલમ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. વીડિયો આર્ટિકલ 370થી સંબંધિત હતો અને તેમાં બુરખો પહેરેલ મહિલા હતી.

આર્ટિકલ 370 હટ્યા બાદ શેર કર્યો હતો અશ્લિલ વીડિયો
ફરિયાદ મુજબ પવન દુબેએ કેપ્શન આપતા લખ્યુ્ં હતું કે અનુચ્છેદ 370 હટ્યા બાદ પહેલું રૂઝાન આપ્યું. આ ગ્રુપમાં રહેલ મહિલાઓએ વાંધો ઉઠાવ્યો હતો અને દુબેને આ વીડયો હટાવવાની માંગ કરી હતી. પરંતુ પવન દુબેએ વીડિયો ન હટાવ્યો. દુબેએ માફી માંગવાનો પણ ઈનકાર કરી દીધો જે બાદ મહિલા નેતાઓએ પોલીસમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પેન્ડ્રા ગૌરેલાની એડિશનલ પોલીસ કમિશ્નર પ્રતિભા તિવારીએ જણાવ્યું કે પેન્ડ્રા ગૌરેલા અને મરવાહીના બ્લૉક કોંગ્રેસ પદાધિકારિયોએ મળીને વૉટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં પ્રદેશના નેતાની સાથે કેટલીય મહિલા નેતા પણ સભ્ય તરીકે જોડાયેલ છે.












Click it and Unblock the Notifications
